કંઈક નવાજૂની થશે : અમિત શાહ ગુજરાતમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરશે ગુપ્ત બેઠક

amit shah in gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે છે, તેઓ આવતીકાલે 3 રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. ગાંધીનગર ખાતે આ ખાસ બેઠક યોજાનારી છે. જેમાં તેઓ પોતાના મતક્ષેત્ર સહિતના કામકાજ અંગે સમીક્ષા કરશે

કંઈક નવાજૂની થશે : અમિત શાહ ગુજરાતમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરશે ગુપ્ત બેઠક

Gujarat Politics : કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ સોમવારે ગુજરાતની મુલાકાતે છે. વેસ્ટ ઝોન કાઉન્સિલની ગાંધીનગર ખાતે સોમવારે અમિત શાહના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક મળશે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં મળનારી મહત્વની બેઠકમાં ત્રણેય રાજ્યો વચ્ચે વહીવટી કામ અને અન્ય મહત્વના પ્રોજેક્ટનું સંકલન થશે. મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે, ગોવાના cm પ્રમોદ સાવંત તેમજ મહારાષ્ટ્રના બંને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે. વર્ષમાં એકાદ બે વખત મળતી મહત્વની બેઠક આ વખતે ગુજરાતમાં મળશે. ત્યારે હવે રાજકારણમાં નવાજૂની થાય તેવા સંકેત છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે છે, તેઓ આવતીકાલે 3 રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. ગાંધીનગર ખાતે આ ખાસ બેઠક યોજાનારી છે. જેમાં તેઓ પોતાના મતક્ષેત્ર સહિતના કામકાજ અંગે સમીક્ષા કરશે. 

ગુજરાતના યજમાનપદે યોજાનારી આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે કે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સંઘ પ્રદેશના એડમિનિસ્ટ્રેશન પ્રફુલ પટેલ ઉપસ્થિત રહેશે. 

આ ઉપરાત અમિત શાહ વેસ્ટર્ન ઝોન કાઉન્સિલમાં ગુજરાતના વલસાડ જિલ્લાના મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘ પ્રદેશોમાં જોડવા અંગે નિર્ણય લેશે. આ અંગે ચાલી રહેલી ચર્ચા વિચારણાને અંતિમ ઓપ અપાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news