ડરબનઃ કેરિયરના શરૂઆતી તબક્કામાં રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ સંભાળનાર દક્ષિણ આફ્રિકાના એડેન માર્કરામ આ દબાવમાં ટીમના વરિષ્ઠ ખેલાડીઓની મદદ લેવા માટે તૈયાર છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર બે જ વનડે રમેલા માર્કરામને ભારત સામેની બાકીની વનડે મેચ માટે ટીમનું નેતૃત્વ આપવામાં આવ્યું છે. ઈજાને કારણે આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. માર્કરામ અત્યાર સુધી માત્ર બે વનડે રમ્યો છે, જેણે બાંગ્લાદેશ વિરુદ્ધ ઓક્ટોબર 2017માં ડેબ્યૂ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્કરામે કહ્યું, આ એક મોટું સન્માન છે, પસંદગીકારોએ મારા પર વિશ્વાસ  મુક્યો છે, આ મોટી વાત છે, અમારે ફાફ ડુ પ્લેસિસનું કામ કરવું પડશે. તેણે કહ્યું, મને લાગે છે કે આ વાત હળવાશથી ન લઈ શકો. હું કેપ્ટનશીપનો ફાયદો ઉઠાવીશ પરંતુ આ અવિશ્વસનીય વાત છે. ફાફ સાથે દુર્ઘટના થઈ અને આટલું જલ્દીમાં આ થઈ ગયું. તેણે કહ્યું કે, મેં ડુ પ્લેસિસ પાસેથી સલાહ લીધી છે, અને મેદાન પર અમલાના સમર્થનની આશા રાખીશ. 



ડુ પ્લેસિસના સ્થાને કેપ્ટનશીપ કરશે માર્કરામ 


નિયમિત કેપ્ટન ડુ પ્લેસિસ આંગળીની ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થયો છે, તેને કારણે એડિન માર્કરામને ભારત સામેની બાકીની બેચો માટે ટીમનું નેતૃત્વ આપવામાં આવ્યું છે. આફ્રિકાના પસંદગીકારોએ અમલા અને ડેવિડ મિલરને નજરઅંદાજ કરીને માત્ર બે વનડે રમનાર માર્કરામને ટીમની બાગડોર સોંપી છે. માર્કરામ દક્ષિણ આફ્રિકાનો બીજો સૌથી યુવા કેપ્ટન હશે, આ પહેલા તેણે અન્ડર19 ટીમનું નેતૃત્વ કર્યું છે અને 2014માં રમાયેલા વિશ્વકપમાં ટીમને વિજેતા બનાવી હતી. વેબસાઈટ ક્રિકઈન્ફોએ દક્ષિણ આફ્રિકાના પસંદગીકાર જોન્ડીના હવાલાથી લખ્યું કે, અમારુ વિઝન 2019ને જોવાનું છે, સાથે જ નેતૃત્વ માટે યુવા ખેલાડીઓને તૈયાર કરવાના છે. માર્કરામ તેના માટે ફીટ બેસે છે. લિન્ડાએ કહ્યું, અમારી રણનીતિનો હિસ્સો નેતૃત્વ આપનાર ખેલાડીઓ તૈયાર કરવાનો છે. માર્કરામ અન્ડર19માં અમારી રણનીતિનો ભાગ હતો, તેણે આફ્રિકા-એનું પણ નેતૃત્વ કર્યું છે. 


માર્કરમ પર મોટી જવાબદારી છે. ટીમ શ્રેણીમાં 1-0થી પાછળ છે. માર્કરમ પોતાની નિતૃત્વ ક્ષમતાનો પરિચય આપવો પડશે અને ટીમ શ્રેણીમાં સારુ પ્રદર્શન કરે તે માટે શાનાદર પ્રદર્શન કરવું પડશે.