નવી દિલ્લી: ભારતમાં રમતના દીવાનાઓ માટે સારા સમાચાર છે. હવે દેશમાં એર સ્પોર્ટ્સને પણ વધારે મહત્વ આપવામાં આવશે. પેરા ગ્લાઈડિંગ, એર રેસિંગ, હેંગ ગ્લાઈડિંગ સહિત અન્ય અનેક એર સ્પોર્ટ્સ ભારતમાં ઘણી જાણીતી છે. હવે ભારત સરકાર દેશમાં એર સ્પોર્ટ્સ પોલિસી લાવ્યું છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે આ પોલિસીને લોન્ચ કરી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારત એક નવો ઈતિહાસ રચી રહ્યો છે. આપણે નેશનલ એર સ્પોર્ટ્સ પોલિસી 2022 લઈને આવ્યા છીએ. આ એક એવું સેક્ટર છે જ્યાંથી ઘણું બધું હાંસલ કરી શકાય તેમ છે. દેશમાં 35 વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા ઘણી વધારે છે. જે એર સ્પોર્ટ્સ માટે ઉત્સાહિત રહે છે. યૂરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં આ કલ્ચર ઘણું પોપ્યુલર છે. પરંતુ જ્યારે ત્યાં વિન્ટર હોય છે ત્યારે બીજા દેશોમાં તેની સ્પેસ હોવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


એર સ્પોર્ટ્સ પોલિસીમાં શું-શું છે:
1. એર સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની રચના કરવામાં આવી. તે ચાર લેયરમાં કામ કરશે. કોઈપણ એક એસોસિયેશનમાં એકથી વધારે એર સ્પોર્ટ્સનું કામ થઈ શકે છે.


2. દરેક એસોસિયેશન માટે સેક્રેટરી, અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. તેના માટે મતદાનની સુવિધા હશે. અહીંયા પ્રાઈવેટ સેક્ટરમાંથી ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. 


3. આ નીતિમાં અત્યારે 6 એર સ્પોર્ટસને જગ્યા આપવામાં આવી છે. દેશમાં કુલ 11 એર સ્પોર્ટ્સનો સમાવેશ થશે.


4. અત્યારે એર સ્પોર્ટ્સથી દેશમાં 80-100 કરોડની રેવન્યૂ જનરેટ થાય છે. સરકારનો પ્રયાસ તેને 10 ગણો વધારવાનો છે.


કઈ-કઈ રમતોનો એર સ્પોર્ટ્સમાં સમાવેશ:
1. એરોબેટિક્સ
2. અરોમોડેલિંગ એન્ડ મોડેલ રોકેટરી
3. એમેચ્યોર બિલ્ટ એન્ડ એક્પીરિમેન્ટલ એરક્રાફ્ટ
4. બલૂનિંગ
5. ડ્રોન્સ
6. હેંગ ગ્લાઈડિંગ એન્ડ પાવર્ડ હેંગ ગ્લાઈડિંગ
7. ગ્લાઈડિંગ એન્ડ પાવર્ડ ગ્લાઈડિંગ
8. પેરાશૂટિંગ (સ્કાયડાઈવિંગ, બેઝ1 જમ્પિંગ એન્ડ વિંગશૂટ્સ વગેરે.)
9. પેરાગ્લાઈડિંગ અને પેરામોટરિંગ (પાવર્ડ પેરાશૂટ ટ્રાઈક્સ વગેરે.)
10. પાવર્ડ એરક્રાફ્ટ (અલ્ટ્રાલાઈટ, માઈક્રોલાઈટ અને લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ વગેરે.)
11. રોટરક્રાફ્ટ