દુબઇ: અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ભારતીય ટીમ શુક્રવારે બાંગ્લાદેશ સામે જીત મેળવવા માટે મેદાને ઉતરશે. ભારત હજી પણ સાતમી વાર રોકોર્ડ બનાવવા માટેનું પ્રબળ દાવેદાર છે. જ્યારે બાંગ્લાદેશ એવી આશા સાથે મેદાને ઉતરશે કે ત્રીજી વાર કિસ્મત તેનો સાથ આપશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઇન્ડિયા ફાઇનલની મેચ પહેલા ખેલાડીઓની ઇજાઓને લઇને નબળી પડેલી બાંગ્લેદેશની ટીમને સખત ટક્કર આપીને પોતાની બાદશાહત કાયમ રાખવા માટે પ્રયત્ન કરશે. બાંગ્લાદેશ નબળું સમજી શકાય તેમ નથી કારણ કે, બાંગ્લાદેશના મુખ્ય ખેલાડીઓ ઇજાગ્રસ્ત હોવા છતા પણ પાકિસ્તાનને હરાવીને ભારત પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાવવાની સંભાવનાઓ સમાપ્ત કરી દીધી હતી.


બાંગ્લાદેશ પાસે છે ઇજાગ્રસ્ત ખેલાડીઓની લિસ્ટ 
ભારત અને બંગ્લાદેશન વચ્ચે ટક્કરએ કોઇ નવી વાત નથી અને આ મુકાબલા સાથે જ તેમાં નવો અધ્યાય જોડી દીધો છે. જ્યારે ફાઇનલ પહેલા બાંગ્લાદેશના મુખ્ય ખેલાડીઓ હાલ ઇજાગ્રસ્ત હોવાને કારણે તેની મુશ્કેલીઓમાં વઘારો થઇ શકે છે. શરૂઆતી બેસ્ટમેન તમીમ ઇકબાલને હાથમાં ફેક્ચર થવાને કારણે પહેલા જ ટીમમાંથી બહાર થઇ ગયો હતો. જ્યારે બાંગ્લાદેશનો સ્ટાર ખેલાડી ઓલરાઉન્ડર શાકિબ ઉલ હસન આંગળીમાં ઇજા થવાને કારણે ફાઇનલ મેચમાંથી બહાર થઇ ગયો છે. 


બાંગ્લાદેશ માટે આ ખેલાડીઓ બનશે સંકટમોચક!
બેટીંગમાં બાંગ્લાદેશની ટીમ તેના સૌથી વિશ્વાસુ મુશફિકર રહીમ પર સૌથી વધારે નિર્ભર છે. જેણે મહમુદુલ્લાહની સાથે મળીને ઘણીવાર ટીમને સંકટમાંથી બહાર કાઢી છે. બાંગ્લાદેશ માટે સારા ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ટીમના બુમરાહ, કુલદીપ યાદવ, અને ચહલ જેવા બોલરો પડકાર રૂપ સાબિત થઇ શકે છે. જ્યારે ભુવનેશ્વર અને રવિન્દ્ર જાડેજા પણ બંગ્લાદેશી બેસ્ટમેનોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. 


ભારતીય ટીમના આ ખેસાડીઓ પર રહેશે નજર 
ભારતની ટીમ માટે આ બીજી પરીક્ષા હશે, કારણ કે ટીમના સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન અને કેપ્ટન વિરાટ કોહલી વિના એશિયા કપમાં જીતવું એ આવતા વર્ષે યોજાવનાર વિશ્વકપ જીતવા જેવી ઉપ્લબ્ધી હશે. આ જીતથી ઈગ્લેંન્ડ સામે મળેલી શ્રેણીમાં 1-4થી મળેલી હારનું દુખ પણ ઓછુ થઇ જશે. અફઘાનિસ્તાન સાથે થયેલી ટાઇ બાદ પાંચ ખેલાડીઓને આરામ આપ્યા બાદ ભારત ફાઇનમાં મજબૂત ટીમ સાથે ફાઇનલ રમવા માટે ઉતરશે. કેપ્ટન રોહીત શર્મા અને ધવનની ઓપનિંગ જોડી વાપસી કરશે. જ્યારે જસ્પ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને ચહલ જેવા બોલરો સાથે મેદાનમાં ઉતરશે.