નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટ અજીત અગરકરે સિડની એકદિવસીય મેચમાં કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીની ઈનિંગથી રોહિત શર્માને મદદ મળી નહીં. વનડે ક્રિકેટમાં ભારતના ત્રીજા સૌથી સફળ બોલરો કહ્યું કે, ધોની જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમની સ્થિતિ ખરાબ હતી. ભારત 3 વિકેટ 4 રનમાં ગુમાવી ચુક્યું હતું. તેવામાં તેનું ધીમું રમવું સમજી શકાય પરંતુ 100 બોલ રમીને માત્ર 51 રન બનાવ્યા જે ટીમને મદદરૂપ સાબિત ન થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત 289 રનથી લક્ષ્યનો પીછો કરતા સમયે 4 રનના સ્કોર પર શિખર ધવન, વિરાટ કોહલી અને અંબાતી રાયડૂની વિકેટ ગુમાવી ચુક્યું હતું. તેવામાં ભારતની ભાગીદારીની જરૂર હતી. ધોનીની ઈનિંગની સમીક્ષા તે આધાર પર કરી શકાય કે તે સ્થિતિમાં વધુ એક વિકેટ ભારતની તમામ આશા પૂરી કરી દેત. ધોનીએ રોહિતની સાથે મળીને ચોથી વિકેટ માટે 137 રન જોડ્યા હતા. આ ભાગીદારીમાં 96 બોલ રમીને 51 રન અને રોહિતે 76 બોલ પર 75 રનનું યોગદાન આપ્યું હતું. 


મેચ બાદ ક્રિકઇન્ફો સાથે વાતચીતમાં અગરકરે કહ્યું કે, શરૂઆતમાં ધોનીનું સંભાળીને રમવું સમજી શકાય છે પરંતુ આટલા વધુ બોલ રમ્યા બાદ પણ તે ઈનિંગને ઝડપ ન આપી શક્યો. તેણે કહ્યું કે, તમે કહી શકો કે ધોની એક ખોટા નિર્ણયનો શિકાર થયો પરંતુ તે ક્યારેય આક્રમક ન લાગ્યો હતો. અગરકરે કહ્યું કે, ભાગીદારીમાં વધુ રન રોહિતે બનાવ્યા અને ધોનીની ઈનિંગમાં તેના પર દબાણ પણ હતું. અગરકરે તર્ક આપ્યો કે, રોહિત પર સતત બાઉન્ડ્રી ફટકારવાનું દબાણ હતું. 


હાર્દિક-રાહુલના સ્થાને આ ખેલાડીને મળી ટીમમાં જગ્યા


પરંતુ આ શોમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોઝે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં આવીને સેટ થવું સરળ નથી. તેમણે કહ્યું કે, ધોનીને પણ આ કારણે ઈનિંગમાં સેટ થવામાં સમય લાગ્યો. હોઝે તેને સ્થાનિક પરિસ્થિતિનો ફાયદો ગણાવ્યો હતો.