નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે રાજસ્થાનના પૂર્વ ડીજીપી અજીત સિંહને શનિવારે ભ્રષ્ટાચાર વિરોધી એકમના પ્રમુખ નિયુક્ત કર્યા છે. તે દિલ્હી પોલીસના પૂર્વ ડીજીપી નીરજ કુમારની જગ્યા લેશએ. નીરજ કુમાર 31 મે 2018 સુધી બીસીસીઆઈમાં એસીયૂના સલાહકારના રૂપમાં પોતાની સેવાઓ આપશે. અજીત સિંહ રાજસ્થાન કેડરના 1982 બેન્ચના આઈપીએસ અધિકારી છે જે ગત વર્ષે 30 નવેમ્બરે નિવૃત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈની જાહેરાત પ્રમાણે, 'ભારતીય પોલીસ સેવામાં લગભગ 36 વર્ષની સેવાઓ આપનારા સિંહને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન, સર્ચ વર્ક અને પોલીસ વ્યવસ્થાના મામલે ખૂબ અનુભવ છે.' તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવા પરેલા  મુંબઈ સ્થિત બીસીસીઆઈના મુખ્યાલયમાં કાર્યભાર ગ્રહણ કરશે. 


જાહેરાત પ્રમાણે નીરજ કુમારને 31 મે 2018 સુધી ભ્રષ્ટાચાર વિરોધી એકમના સલાહકારના રૂપમાં યથાવત રાખવામાં આવ્યા છે. બીસીસીઆઈએ આઈપીએલમાં ગત વર્ષની જેમ આગામી સત્રમાં પણ આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી એકમની સેવાઓ જારી રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, બીસીસીઆઈ અને આઈસીસી આઈપીએલમાં ઉચ્ચતમ સ્તરના માપદંડ બનાવી રાખવા માટે સાથે મળીને કામ કરશું. 


દિલ્હીના પૂર્વ પોલીસ અધિકારી નીરજ કુમારનો કાર્યકાળ શનિવારે પૂર્ણ થવાને કારણે નવા નાણાકિય વર્ષ માટે નિયુક્તિ અનિવાર્ય હતી. કુમાર આઈપીએલ સુધી આગામી બે મહિના સિંહની મદદ કરશે.