અલ જજીરા સ્ટિંગઃ ફિક્સિંગમાં ફસાયેલા ખેલાડીઓને શ્રીલંકા ક્રિકેટે કર્યા બહાર
શ્રીલંકન બોર્ડે સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી જેણે દોહા સ્થિત ટેલીવિઝન નેટવર્કના ખુલાસાની ક્રિમિનલ તપાસ શરૂ કરી છે.
કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટે એક ખેલાડી અને એક મેદાનકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી ટેસ્ટના પરિણામને પ્રભાવિત કરવા માટે પિચ સાથે છેડછાડ કરવા માટે કથિત રીતે તૈયાર થયા હતા. પોલીસે પણ આ દાવાની તપાસ શરૂ કરી દીધી છે. શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે, તેને ગાવે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના ક્યૂરેટર સિવાય તે પ્રોફેશનલ ખેલાડીને પણ સસ્પેન્ડ કરી દીધો છે. જે ક્રિકેટમાં ભ્રષ્ટાચાર પર અલ જજીરાની ડોક્યૂમેન્ટ્રીમાં દેખાયો હતો.
બોર્ડે સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી જેમાં દોહા સ્થિત ટેલીવિઝન નેટવર્કના ખુલાસાની ક્રિમિનલ તપાસ શરૂ કરી છે. બોર્ડે કહ્યું, શ્રીલંકા ક્રિકેટે તાત્કાલિક પ્રભાવથી આરોપી વ્યક્તિઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે, જે ઘટનામાં સંડોવાયેલા હતા.
અલ જજીરાનું સ્ટિંગઃ સ્પોટ ફિક્સિંગ મામલામાં ICCને સંપૂર્ણ સહયોગ કરશે BCCI
બીજા સ્ટિંગ ઓપરેશનમાં આરોપ લગાવવામાં આવ્યો કે, ટેસ્ટ રમનાર મોટા દેશો ભારત અને ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ મેચ ફિક્સિંગ કરનારા પ્રભાવિત મેચોની યાદીમાં સામેલ હોઈ શકે છે, પરંતુ બંન્ને દેશોના ક્રિકેટ બોર્ડે કોઈ કાર્યવાહી કરતા પહેલા આઈસીસીની હાલની તપાસ પૂર્ણ થવા સુધી રાહ જોવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટિંગ અલ જજીરા ચેનલે કર્યું છે અને જે મેચો પર સવાલ કર્યો છે, તેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં 26 થી 29 જુલાઈ 2017ની ટેસ્ટ મેચ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં 16 થી 20 માર્ચ 2017 સુધીની મેચ અને ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં 16 થી 20 ડિસેમ્બર સુધી રમાયેલી ટેસ્ટ સામેલ છે.
અલ જજીરા સ્ટિંગઃ ICCએ કહ્યું, સ્પૉટ ફિક્સિંગ તપાસમાં મદદ કરતી નથી ચેનલ
ગાલે અને ચેન્નઈમાં રમાયેલી મેચમાં ભારતે જીત મેળવી હતી, જ્યારે રાંચીની મેચ ડ્રો રહી હતી. આરોપ છે કે, ફિક્સિંગ કરનારના કહેવા પર પિચ (ભારત-શ્રીલંકા)માં ફેરફારની આશંકા છે. અન્ય બે મેચોમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગમાં સામેલ થવાનો આરોપ છે. આ પ્રકારની ઘટનામાં કોઈ ભારતીય ખેલાડીનું નામ સામે આવ્યું નથી.