નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે સોમવાર મુશ્કેલી લઈને આવ્યો છે. શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. હકીકતમાં શમી વિરુદ્ધ ઘરેલૂ હિંસાનો કેસ નોંધાયેલો છે. મહત્વનું છે કે 2018મા મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ મારપીટ, રેપ, હત્યાનો પ્રયત્ન અને ઘરેલૂ હિંસા જેવા ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. હસીન જહાંએ શમી વિરુદ્ધ કેસ પણ દાખલ કરાવ્યો હતો. શમીના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. 


શમીની વિરુદ્ધ કોલતત્તા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટે શમીને 15 દિવસની અંદર સરેન્ડર કરવાનું કહ્યું છે. કોલકત્તા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે જો 15 દિવસની અંદર મોહમ્મદ શમી કોર્ટમાં હાજર ન થાય તો તેની ધરપકડ કરી લેવામાં આવે. પાછલા વર્ષે કોલકત્તા પોલીસે હસીન જહાંની ફરિયાદ બાદ શમી પર આઈપીસીની સાત કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર