આગામી વર્ષે અમારૂ લક્ષ્ય ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપઃ પુલેલા ગોપીચંદ
પીવી સિંધુના વિશ્વ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ જીત્યા બાદ ઉત્સાહિત છે રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ. કહ્યું કે, હવે અમારી નજર આગામી વર્ષે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ભારતના 18 વર્ષોના ટાઇટલના દુકાળને ખતમ કરવા પર લાગેલી છે.
ગ્વાંગઝૂઃ પીવી સિંધુએ વિશ્વ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ જીત્યા બાદ રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદની નજર આગામી વર્ષે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ભારતના 18 વર્ષના દુકાળને પૂરો કરવા પર લાગેલી છે. ગોપીચંદે આ ટાઇટલ 2001માં જીત્યું હતું ત્યારબાદ કોઈ ભારતીય ખેલાડી આ ટાઇટલ જીતી શક્યો નથી. ગોપીચંદ પહેલા 1980મા પ્રકાશ પાદુકોણે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જીતી હતી.
ગોપીચંદને આગામી લક્ષ્ય વિશે પૂછવામાં આવ્યું તો, તેમમે કહ્યું, અમારા માટે 2020 અને 2022 ખૂબ મહત્વના વર્ષ છે. આ વર્ષોમાં ઓલમ્પિક, રાષ્ટ્રમંડળ ગેમ્સ અને એશિયન ગેમ્સ રમાવાની છે જે મોટી ટૂર્નામેન્ટ છે. આગામી વર્ષે અમારૂ લક્ષ્ય ઓલ ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટ છે. તેમણે કહ્યું કે, ઘણો સમય થઈ ગયો છે જ્યારે અમે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતી નથી. પ્રકાશ સરના જીત્યાના લગભગ 20 વર્ષ બાદ ચેમ્પિયન બન્યું હતું. મને આશા છે કે આ વખતે આટલાથી વધુ સમય નહીં લાગે.
વર્લ્ડ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય બની પીવી સિંધુ, ઓકુહારાને હરાવી બની ચેમ્પિયન
પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ
સિંધુ વિશ્વ ટૂર ફાઇન્સનું ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. સતત ત્રીજીવાર સત્રાંત ફાઇનલ્સ રમનાર સિંધુએ આ વર્ષે રાષ્ટ્રમંડળ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વિશ્વ ચેમ્પિયનશિપ પર સિલ્વર મેડલ વિજેતા રહી જ્યારે ઈન્ડિયન ઓપન અને થાઇલેન્ડ ઓપનમાં ઉપવિજેતા રહી હતી.
ધોનીએ પત્નીને પહેરાવ્યા સેન્ડલ, સોશિયલ મીડિયા પર તસ્વીર વાયરલ
આ માટે મોટી જીત છે
ગોપીચંદે કહ્યું, મને લાગે છે કે, તે જે રીતે રમી તે રીતે શાનદાર ટૂર્નામેન્ટ રહી. એક જ ટૂર્નામેન્ટમાં તેણે યામાગુચી, નોજોમી ઓકુહારા, રતનાચોક ઇંતાનોન જેવી ખેલાડીઓને હરાવવું મહત્વનું છે. તેણે વર્ષનો અંત
ટોપ પર રહીને કર્યો છે. તે આ વર્ષે મોટી ટૂર્નામેન્ટમાં મેડલ જીતવામાં સફળ ન રહી જે તેનું લક્ષ્ય હતું. તેણે કહ્યું, વર્ષનો અંત આ રીતે કરવો શાનદાર છે, પરંતુ તેનાથી પણ જરૂરી છે કે, તે આગામી વર્ષે જીત સાથે શરૂઆત કરે.