IPL 2019, KKR vs SRH: નાઇટરાઇડર્સ સામે ટકરાશે સનરાઇઝર્સ, તમામની નજર વોર્નર પર
સનરાઇઝર્સની ટીમમાં ડેવિડ વોર્નરની વાપસી થઈ રહી છે અને ટીમ તેને લઈને ખુબ ઉત્સાહિત હશે. કો કોલકત્તા ગત વર્ષે એલિમિનેટરમાં મળેલી હારનો બદલો લેવા ઈચ્છશે.
કોલકત્તાઃ રવિવારે ગત વર્ષની ઉપવિજેતા ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. આ મેચમાં તમામની નજર વાપસી કરી રહેલા ડેવિડ વોર્નર પર હશે. કોલકત્તાની ટીમ બે વખતની ચેમ્પિયન છે પરંતુ 2018માં તેણે એલિમિનેટરમાં હૈદરાબાદ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.
વોર્નરની આગેવાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાનું એકમાત્ર આઈપીએલ ટાઇટલ 2016માં જીત્યું હતું અને 2017માં તે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન કેપટાઉનમાં બોલ ટેમ્પરિંગ પ્રકરણ બાદ ગત આઈપીએલમાંથી બહાર રહ્યો હતો અને હવે તે સ્ટીવ સ્મિથ સાથે આઈપીએલમાં વાપસી કરવા માટે તૈયાર છે.
વોર્નર અને સ્મિથ પર બોલ ટેમ્પરિંગ માટે એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો જ્યારે યુવા કેમરન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. વોર્નર અને સ્મિથ બંન્ને પોત-પોતાની આઈપીએલ ટીમોમાં પ્રભાવ છોડવાની આશા લઈને બેઠા હશે. મહત્વનું છે કે, તેનો પ્રતિબંધ 28 માર્ચે સમાપ્ત થશે પરંતુ ડાબા હાથનો આ ઓપનિંગ બેટ્સમેન ફ્રેન્ચાઇઝી લીગમાં રમી શકે છે અને તેણે શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાની વિશ્વકપની ટીમમાં દાવો ઠોકવાની આશા રાખી હશે.
IPL મેચ પહેલા રોહિત શર્માએ પુત્રીને સંભળાવ્યું 'અસલી હિપ હોપ', વાયરલ થયો VIDEO
જાન્યુઆરીમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ દરમિયાન કોણીમાં ઈજા માટે સર્જરી કરાવી ચુકેલા વોર્નરે સિડની ક્લબ રૈન્ડી પીટ્સ માટે શાનદાર વાપસી કરતા આ મહિનાની શરૂઆતમાં વનડે મેચમાં 77 બોલમાં સદી ફટકારી દીધી હતી. ગત સિઝનમાં વોર્નરની ગેરહાજરીમાં ટીમની આગેવાની કરી ઉપવિજેતા બનાવનાર કેન વિલિયમસન સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન યથાવત રહેશે.
ટીમ પોતાની બોલિંગની ઊંડાઈ અને ભિન્નતા માટે જાણીતી છે. ભુનેશ્વર કુમાર ફાસ્ટ બોલિંગ વિભાગની આગેવાની કરશે જ્યારે અફગાનિસ્તાનનો રાશિદ ખાન સ્પિન આક્રમણનું નેતૃત્વ કરશે.
કેપ્ટન વિરાટ કોહલીના ગુસ્સાથી ડર લાગે છેઃ રિષભ પંત
સનરાઇઝર્સે શિખર ધવનની જગ્યાએ વિજય શંકર, શાહબાજ નદીમ અને અભિષેક શર્માને સામેલ કર્યા છે પરંતુ જોવાનું છે કે, તે ભારતીય ઓપનિંગ બેટ્સમેનના જવાથી ખોટ પડશે ક નહીં. કેકેઆરની ટીમમાં કેપ્ટન દિનેશ કાર્તિક આઈપીએલની તકનો ફાયદો ઉઠાવીને પસંદગીકારોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે. ગૌતમ ગંભીરના ગયા બાદ કાર્તિકે કેકેઆર ટીમની આગેવાની કરી અને ટીમ ગત વર્ષે બીજા એલિમિનેટરમાં હૈદરાબાદ સામે હારીને ત્રીજા સ્થાને રહી હતી.