હાર્દિક પંડ્યાએ કહ્યું- હું મારી ટીમ અને પોતાની સાથે પણ અન્યાય કરી રહ્યો હતો...
હાર્દિક પાંડ્યા એવા ક્રિકેટર છે, જે મેદાનમાં ન રહીને પણ ચર્ચામાં રહે છે. આ ક્રિકેટર લગભગ દોઢ વર્ષથી કોઇ ટેસ્ટ મેચ રમ્યા નથી. આ પ્રકારે જુલાઇ બાદ કોઇ વનડે મેચ રમ્યા નથી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) પોતાની અંતિમ ટી20 મેચ પણ લગભગ ત્રણ મહિના પહેલાં રમ્યા હતા. પરંતુ કદાચ જ કોઇ એવું અઠવાડિયું હશે જ્યારે સમાચારોમાં છવાયેલા રહ્યા નહી હોય.
નવી દિલ્હી: હાર્દિક પંડ્યા એવા ક્રિકેટર છે, જે મેદાનમાં ન રહીને પણ ચર્ચામાં રહે છે. આ ક્રિકેટર લગભગ દોઢ વર્ષથી કોઇ ટેસ્ટ મેચ રમ્યા નથી. આ પ્રકારે જુલાઇ બાદ કોઇ વનડે મેચ રમ્યા નથી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) પોતાની અંતિમ ટી20 મેચ પણ લગભગ ત્રણ મહિના પહેલાં રમ્યા હતા. પરંતુ કદાચ જ કોઇ એવું અઠવાડિયું હશે જ્યારે સમાચારોમાં છવાયેલા રહ્યા નહી હોય.
હાર્દિક પંડ્યા ઇજા કારણે ટીમ ઇન્ડીયામાંથી બહાર છે. ઇજાગ્રસ્ત થયા બાદ પરેશાન થયા બાદ તેમણે સર્જરી પણ કરાવી અને હવે મેદાન પર વાપસીમાં લાગી ગયા છે. સર્જરી વિશે વાત કરતાં તે કહે છે કે 'હું ઘણા દિવસોથી પીઠનો દુખાવો હોવાછતાં રમી રહ્યો હતો. હું પ્રયત્ન કરી રહ્યો હતો કે મારે સર્જરી ના કરવી પડે. તેના માટે મેં દરેક તે પ્રયત્ન કર્યો જે કરી શકતો હતો, પરંતુ કોઇ ફાયદો થયો નહી.
હાર્દિક પંડ્યા આગળ કહે છે કે ''હું અનુભવ કરી રહ્યો છું કે મારું 100% પ્રદર્શન કરી શકતો નથી. હું તે ક્ષમતા સાથે રમી શકતો નથી. જેટલું રમી શકતો હતો અને તેનું કારણ ઇજા હતી. તેનો અર્થ એ પણ હતો કે હું મારી ટીમ અને પોતાની સાથે ન્યાય કરી રહ્યો હતો. મને અહેસાસ થયો કે હું એવું કરી રહ્યો છું ત્યારે સર્જરી કરવાનો નિર્ણય કર્યો.
હાર્દિક પંડ્યાએ કહ્યું કે 'ઇમાનદારીથી કહું, તો હવે હું સારું પ્રદર્શન કરી રહ્યો છું. અમે સારું કામ કરી રહ્યા છીએ. સર્જરી બાદ વાપસી સરળ હોતી નથી. એટલા માટે અમે તમામ સાવધાની વર્તી રહ્યા છીએ. કુલ મળીને એવી વસ્તુ છે. જેનાપર તમારું નિયંત્રણ નથી. મેં ચાર-પાંચ વર્ષની રમતમાં અનુભવ કર્યો કે તમે હંમેશા સાવધાની વર્તો. પરંતુ તેમછતાં ઇજાથી બચી શક્યો નહી. આ ખેલાડીના જીવનનો ભાગ છે. તમે એ દાવો ન કરી શકો કે ઇજાગ્રસ્ત નહી થાવ. એટલા માટે મજબૂત થઇને વાપસી કરવા માંગું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube