ક્રિકેટ વિશ્વ કપના લેખા-જોખા, `જન્મદાતા` બન્યું વિજેતા, થઈ ક્રિકેટની જીત
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજીત ક્રિકેટ વિશ્વ કપ સંપન્ન થઈ ગયો છે. ક્રિકેટના જનક ઈંગ્લેન્ડના રૂપમાં વિશ્વનો નવો બાદશાહ મળી ગયો છે. તો ન્યૂઝીલેન્ડે સતત બીજીવાર રનર્સ-અપ રહીને સંતોષ કરવો પડ્યો છે.
નવી દિલ્હીઃ વિશ્વકપ સમાપ્ત થઈ ગયો છે. ક્રિકેટ સમુદાયને નવો સરતાજ મળી ગયો છે. આ સરતાજ ક્રિકેટનો 'જનક' છે. લોર્ડ્સ મેદાન પર રવિવારે રમાયેલા ફાઇનલ મુકાબલામાં જે કંઇ થયું, તેને લઈને ઘણા પ્રકારની વાત થઈ રહી છે. પરંતુ આ તમામ નકારાત્મક બાબતોને જો ભુલાવી દેવામાં આવે તો ખરા અર્થમાં ક્રિકેટની જીત થઈ છે. આઈસીસી વિશ્વકપ-2019 ઘણા અર્થોમાં અદ્વિતીય રહ્યું પરંતુ પરિણામ પ્રમાણે તેને અનપેક્ષિત ન કહી શકાય.
સેમિફાઇનલમાં પહોંચેલી ચારેય ટીમો હતી દાવેદાર
વિશ્વકપની શરૂઆતથી બે વખતની ચેમ્પિયન ભારત, 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ગત સિઝનમાં ફાઇનલ રમી ચુકેલી ન્યૂઝીલેન્ડ અને ત્રણ વખતના ફાઇનલિસ્ટ ઈંગ્લેન્ડને ટાઇટલનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું હતું. આ ચારેય ટીમો સેમિફાઇનલમાં પહોંચે તે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. બન્યું પણ તેમ જ. સેમિફાઇનલમાં ભારતની ન્યૂઝીલેન્ડ અને યજમાન ઈંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયા સામે ટક્કર થઈ હતી.
World Cup 2019: ફાઇનલ મેચમાં અમ્પાયરે ઓવરથ્રો પર 6 રન આપવાનો નિર્ણય ખોટોઃ સાઇમન ટોફેલ
બાઉન્ડ્રીના આધાર પર વિશ્વ ચેમ્પિયન બન્યું ઈંગ્લેન્ડ
ત્યારબાદ ઈંગ્લેન્ડે રોમાંચથી ભરપૂર ફાઇનલ મુકાબલામાં ન્યૂઝીલેન્ડ સાથે ટાઇ રમી અને પછી સુપર ઓવર ટાઇ રહી. ઈંગ્લેન્ડે અંતે મેચમાં વધુ ચોગ્ગા ફટકારવાને કારણે વિજેતા જાહેર કરવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું હતું જો ટ્રોફી શેર કરવામાં આવી હોત તો સારૂ હોત પરંતુ ઈંગ્લેન્ડની ટીમે જે રીતે ન્યૂઝીલેન્ડની ટીમ બનીને ટાઇટલ સુધીની સફર કરી, તેને જોતા ઈંગ્લેન્ડનું ચેમ્પિયન બનવું એક સુખદ અનુભવ છે. ન્યૂઝીલેન્ડ છેલ્લી સિઝનમાં પણ ફાઇનલમાં હતી. તે વર્ષે પણ તેને ભાગ્યનો સાથ ન મળ્યો અને આ વર્ષે પણ કહાની તેજ રહી.
રાજકીય એજન્ડાનું પણ થયું પ્રદર્શન, આઈસીસી ગંભીર
સુરક્ષાની દ્રષ્ટિએ આ વિશ્વકપ સફળ રહ્યો. ઘણી મેચો દરમિયાન રાજકીય એજન્ડાને વિમાનો પર બેનર લગાવીને વિશ્વની સામે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેની મેચ પર કોઈ અસર ન થઈ. આઈસીસીએ પણ તેને ગંભીરતાથી લેવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું કે, આવનારા સમયમાં સ્ટેડિયમોની આસપાસના વિસ્તારને નો-ફ્લાઇ ઝોન જાહેર કરવાની દિશામાં કામ કરશે.
આફ્રિકા પડ્યું નબળુ, બાંગ્લાદેશે દેખાડ્યો દમ
ભારત અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં હારીને બહાર થયા. ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સંઘર્ષ કર્યો પરંતુ ઓસ્ટ્રેલિયાને ઈંગ્લેન્ડે એકતરફી હાર આપી. આ વિશ્વકપમાં સૌથી ખરાબ પ્રદર્શન આફ્રિકાનું રહ્યું, જે સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શક્યું. આ રીતે અફઘાનિસ્તાન પણ તમામ મેચ હાર્યું. કેટલિક ટીમોએ આશા કરતા સારૂ પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશ સર્વોપરિ છે. ત્યારબાદ પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા છે. બાંગ્લાદેશની ટીમે પોતાના સુપરહીરો શાકિબ અલ હસનની મદદથી ઘણી યાદગાર જીત મેળવી અને જેમાં હારી લડીને હારી.
World Cup 2019: કુલદીપના 'ડ્રીમ બોલ'થી લઈને સ્ટાર્કનો ખરતનાક 'યોર્કર' આ છે ટૂર્નામેન્ટના ટોપ-5 બોલ
અસ્થિરતા બાદ સ્થિર થયું પાકિસ્તાન
પાકિસ્તાને શરૂઆતી મુકાબલામાં શર્મશાર થવું પડ્યું હતું પરંતુ બાદમાં તેણે જોરદાર વાપસી કરી અને સેમિફાઇનલની દોડમાં બની રહ્યું. આ રીતે શ્રીલંકાએ શરૂઆતી મેચ હાર્યા બાદ વાપસી કરતા કેટલિક યાદગાર જીત મેળવી. ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની પાંચ સદી યાદ રહેશે. રોહિતે કોઈ એક વિશ્વકપમાં વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ન તૂટી શક્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ
2003મા કોઈ એક વિશ્વકપમાં બનેલો સચિન તેંડુલકરના 673 રનના રેકોર્ડ પર તલવાર લટકતી રહી. રોહિત (648) સિવાય ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (647) તેને તોડશે તેવું લાગ્યું પરંતુ સેમિફાઇનલમાં થયેલા પરાજયની સાથે તેની આશા પૂરી થઈ ગઈ. મિશેલ સ્ટાર્કે કોઈ એક વિશ્વકપમાં સૌથી વધુ 26 વિકેટ લેવાનો પોતાના દેશના ગ્લેન મૈક્ગ્રાનો રેકોર્ડ તોડ્યો. સ્ટાર્કે કુલ 27 વિકેટ પોતાના નામે કરી.
કેન વિલિયમસન બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કૂલ કેન વિલિયમસનની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે પસંદગી કરવામાં આવી. કેનનું શાંત મગજ, બધા માટે આકર્ષણનો વિષય રહ્યું. આમ આ વિશ્વકપમાં ખેલાડીઓ વચ્ચે વિવાદ ન થયા અને રમત ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં રમાઇ. દુનિયા ભરના અબજો લોકોએ 30 મેથી 14 જુલાઈ સુધી ક્રિકેટના મહાસમુદ્રમાં ડૂબકી લગાવી. બધાએ રમતનો ભરપૂર આનંદ માણ્યો.
World Cup 2019: વિશ્વકપના ત્રણ સૌથી શાનદાર ખેલાડી, જેણે પોતાના 3D પ્રદર્શનથી મચાવી ધમાલ
સોશિયલ મીડિયા પર ભારત-પાક મેચની ખૂબ ચર્ચા થઈ
મેદાનની અંદર અને મેદાન બહાર એક જેવો માહોલ હતો. સોશિયલ મીડિયા પર નવા કીર્તિમાન બન્યા. મેચને લઈને ખુબ ચર્ચાઓ થઈ. આ ચર્ચાઓમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને રમાયેલી બહુચર્ચિત મેચ સૌથી ઉપર રહી. માન્ચેસ્ટરમાં રમાયેલી આ મેચની ટિકિટ લાખો રૂપિયા કરતા વધુની કિંમતે વેંચાઈ પરંતુ ફાઇનલ મુકાબલાએ તેનો રેકોર્ડ તોડી દીધો.
ઈતિહાસમાં નોંધાઈ આ રોમાંચક ફાઇનલ
તેનાથી સાબિત થાય છે કે ક્રિકેટ સરહદોમાં બંધાયેલું નથી. આ જનમાનસની રમત છે. કેવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતના ફાઇનલમાંથી બહાર થયા બાદ વિશ્વકપ ફાઇનલને લઈને રોમાંચ રહી ગયો નથી પરંતુ જે પ્રકારની ફાઇનલ થઈ, તે ઈતિહાસમાં નોંધાઈ ગઈ છે. લોકો શ્વાસ રોકીને મેદાનની અંદર અને મેદાનની બહાર પળ-પળ બદલાતી સ્થિતિના સમુદ્રમાં ડૂબકી લગાવતા રહ્યાં. ભલે તે ભારતનો ક્રિકેટ પ્રેમિ હોય કે ઈંગ્લેન્ડનો કે પછી ન્યૂઝીલેન્ડના, બધાની નજરમાં ટાઇટલ તો ક્રિકેટના જનકે જીત્યું પરંતુ અસલી વિજેતાતો ક્રિકેટ રહ્યું.