કજાનઃ રૂસમાં જારી ફીફા વર્લ્ડ કપ-2018ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલા આજ (શુક્રવાર)થી શરૂ થઈ જશે. અંતિમ-8માં પહોંચેલી ટીમ સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે મુકાબલો કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફીફા વર્લ્ડ કપની 21મી સીઝનની આ ક્વાર્ટર ફાઇનલ સ્ટેજ પોતાની સાથે  6 અને 7નો અદ્ભૂત સંયોગ લઈને આવ્યું છે. ફુટબોલ ફેન્સ માટે આ ખરેખર ચોંકાવનારું છે. આ ચરણમાં 6 અને 7 જુલાઈએ 6 અને 7 વચ્ટે ટક્કર થશે.. જાણો કેમ?


ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી આઠ ટીમોના શેડ્યૂલ પર નજર કરો તો ચાર મેચોના આ રાઉન્ડમાં 6 અને 7 અંગ્રેજી અક્ષરોવાળી ટીમ ટકરાશે અને આ મેચ 6 અને 7 જુલાઈએ રમાશે. 



શેડ્યૂલ પર નજર કરો 


1. 6 જુલાઈ: ફ્રાન્સ (FRANCE- 6 અક્ષર) Vs ઉરુગ્વે (URUGUAY- 7 અક્ષર)


2. 6 જુલાઈ: બ્રાઝીલ (BRAZIL- 6 અક્ષર) Vs બેલ્જિયમ (BELGIUM- 7 અક્ષર)


3. 7 જુલાઈ: સ્વીડન (SWEDEN- 6 અક્ષર) Vs ઈંગ્લેન્ડ (ENGLAND- 7 અક્ષર)


4. 7 જુલાઈ: રૂસ (RUSSIA- 6 અક્ષર ) Vs ક્રોએશિયા (CROATIA- 7 અક્ષર)