નવી દિલ્હીઃ યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત, અનુભવી બેટ્સમેન અંબાતી રાયડૂ અને ફાસ્ટ બોલર નવદીપ સૈનીને ભારતે 30 મેથી બ્રિટનમાં શરૂ થતા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ માટે સ્ટેન્ડ બાય રાખ્યા છે. આઈસીસીએ સંભવિત ખેલાડીઓ પસંદ કરવાની પ્રક્રિયા પૂરી કરી દીધી છે. બીસીસીઆઈની પાસે આ સિવાય કોઈ અન્યને પસંદ કરવાનો વિકલ્પ પણ હશે પણ તેમ થવાની સંભાવના ઓછી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ અમારી પાસે ત્રણ સ્ટેન્ડ બાય હશે. રિષભ પંત અને અંબાતી રાયડૂ ક્રમશઃ પ્રથમ અને બીજા સ્ટેન્ડ બાય જ્યારે સૈની આ યાદીમાં બોલરના રૂપમાં સામેલ છે. ખલીલ અહમદ, આવેશ ખાન અને દીપક ચહર નેટ બોલરોના રૂપમાં ટીમની સાથે જશે. 


ટીમ મેનેજમેન્ટને જો જરૂર પડે તો તેને ટીમમાં સામેલ કરી શકાય છે. સૈની પણ તે રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે જે ટીમની સાથે જઈ રહ્યાં છે. અધિકારીએ કહ્યું, ખલીલ, આવેશ અને દીપક સ્ટેન્ડ બાય નથી. બોલરોના મામલામાં તેને સામેલ કરવાની સંભાવા હોઈ શકે છે પરંતુ બેટિંગમાં રિષભ કે રાયડૂ. 


World Cup 2019: ભારતની ટીમ જાહેર, જાણો અન્ય ટીમો વિશે 

આ વચ્ચે પૂરી સંભાવના છે કે વિશ્વકપ જનારી ટીમના ખેલાડીઓનો યો-યો ટેસ્ટ થશે નહીં, કારણ કે આઈપીએલ 12 મેએ પૂર્ણ થઈ જશે. અધિકારીએ કહ્યું, ખેલાડી વ્યસ્ત ટી20 સિઝનમાં રમી રહ્યાં છે. આઈપીએલ પૂરો થયા બાદ તેને સ્વસ્થ થવા સમય જોઈએ. તેવું નથી કે બે સિરીઝ વચ્ચે વધુ સમય છે અને ટેસ્ટ કરાવી શકાય. જો તમે થાકેલા હોવ તો પરિણામ અલગ હોઈ શકે છે.