World Cup 2019: ભારતની ટીમ જાહેર, જાણો અન્ય ટીમો વિશે
વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી 15 સભ્યોની ટીમનો કેપ્ટન છે, જ્યારે રોહિત શર્મા વાઇસ કેપ્ટન છે. વિકેટકીપિંગની જવાબદારી એમએસ ધોની સંભાળશે. આવો જાણીએ અન્ય ટીમો વિશે શું છે ખાસ....
Trending Photos
નવી દિલ્હીઃ વનડે વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી 15 સભ્યોની ટીમનો કેપ્ટન છે, જ્યારે રોહિત શર્મા વાઇસ કેપ્ટન છે. વિકેટકીપિંગની જવાબદારી એમએસ ધોની સંભાળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ભારતીય ટીમની મદદ કરાવવા માટે ખલીલ સહિત ચાર ફાસ્ટ બોલરોને ટીમની સાથે ઈંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં જાહેર કરીને આ જાણકારી આપી હતી. આ ચાર ફાસ્ટ બોલરોમાં ખલીલ સિવાય આવેશ ખાન, નવદીપ સૈની અને દીપક ચહર સામેલ છે. આવો જાણીએ અન્ય ટીમો વિશે શું છે ખાસ....
ભારત
જાહેરાતઃ 15 એપ્રિલ
કેપ્ટનઃ વિરાટ કોહલી
ખાસ શું: અંબાતી રાયડૂ અને રિષભ પર વિજય શંકર અને દિનેશ કાર્તિકને મહત્વ.
ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.
ન્યૂઝીલેન્ડ
જાહેરાતઃ 2 એપ્રિલ
કેપ્ટનઃ કેન વિલિયમસન
ખાસ શું: ટીમમાં ટોમ બ્લંડેલને સામેલ કરવામાં આવ્યો છે, જેણે હજુ પર્દાપણ કરવાનું છે. આ સિવાય કોઈ ચોંકવનારૂ નામ નથી.
ઓસ્ટ્રેલિયા
જાહેરાતઃ 15 એપ્રિલ
કેપ્ટનઃ એરોન ફિન્ચ
ખાસ શું: સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસી.
બાંગ્લાદેશ
જાહેરાતઃ 16 એપ્રિલ
કેપ્ટનઃ મુશરફે મુર્તઝા
ખાસ શું: યુવા ફાસ્ટ બોલર અબૂ જાયેદની પસંદગી, તે પણ વનડેમાં રમ્યો નથી.
ઈંગ્લેન્ડ
જાહેરાત ક્યારેઃ 17 એપ્રિલ
વનડે રેન્કિંગમાં નંબર વન ટીમ હાલમાં સંભવિત વિજેતાઓમાં સામેલ છે. ટીમમાં જોફ્રા આર્ચરને તક મળી શકે છે. તે હાલમાં દેશ માટે રમવા માટે ક્વોલિફાઇ થયો છે.
પાકિસ્તાન
જાહેરાત ક્યારેઃ 18 એપ્રિલ
સંભવિત 23નું લિસ્ટ જાહેર થઈ ચુક્યું છે, પરંતુ 15 ખેલાડીઓની પસંદગી ગુરૂવારે કરવામાં આવશે.
સાઉથ આફ્રિકા
જાહેરાત ક્યારેઃ 18 એપ્રિલ
ટીમની સામે હાશિમ અમલાને પસંદ કરવાનો પડકાર રહેશે. તેનું હાલનું ફોર્મ ખરાબ છે. બીજીતરફ મહત્વના ખેલાડી જેપી ડ્યૂમિની, લુંગી એન્ગિડી અને એનરિચ નોર્ટજ ઈજાનો સામનો કરી રહ્યાં છે.
વેસ્ટઈન્ડિઝ
જાહેરાત ક્યારેઃ 23 એપ્રિલ
ટીમના સિતારા લીગ ટૂર્નામેન્ટ રમવામાં વધુ રસ ધરાવે છે. આ વખતે ઘણા દિગ્ગજોને ટીમ માટે રમતા જોઈ શકાશે. તેમાં ક્રિસ ગેલ, કાયરન પોલાર્ડ અને આંદ્રે રસેલ શાનદાર ફોર્મમાં છે.
અફગાનિસ્તાન
5 એપ્રિલે 23 ખેલાડીઓની યાદી જાહેર કરી હતી, પરંતુ ફાઇનલ લિસ્ટ જલ્દી આવશે. ગુલબદિન નૈબ નવો કેપ્ટન હશે. તે અશગર અફગાનને રિપ્લેસ કરશે.
શ્રીલંકા
ઝડપથી ટીમની જાહેરાત થઈ શકે છે. 11 એપ્રિલે શ્રીલંકામાં ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ સમાપ્ત થઈ, જેમાં ખેલાડીઓએ રમવું જરૂરી હતું.
નોંધઃ આઈસીસીના નિયમ અનુસાર, ટીમો ખેલાડીઓના લિસ્ટમાંથી 23 મે સુધી ફેરફાર કરી શકે છે. વિશ્વ કપ 30 મેથી 14 જુલાઈ સુધી ઈંગ્લેન્ડમાં રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે