શાહનો પુત્ર બનશે BCCIના સચિવ! અનુરાગ ઠાકુરના ભાઇ બની શકે છે ખજાનચી
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ની આગામી ચૂંટણીના સમીકરણ નક્કી થતા જોવા મળી રહ્યાં છે. બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ના અધ્યક્ષ તેમજ દિગ્ગજ કપ્ટન રહેલા સૌરવ ગાંગુલીને અધ્યક્ષ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ની આગામી ચૂંટણીના સમીકરણ નક્કી થતા જોવા મળી રહ્યાં છે. બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ના અધ્યક્ષ તેમજ દિગ્ગજ કપ્ટન રહેલા સૌરવ ગાંગુલીને અધ્યક્ષ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. આ પ્રકારે ગૃહમંત્રી અમતિ શાહના પુત્ર જય શાહ સચિવ તરીકે પસંદગી થઇ શકે છે. નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરના ભાઇ અરૂણ ધૂમલ ખજાનચી બની શકે છે. આ સાથે જ બ્રિજેશ પટેલને આઇપીએલ ચેરમેન બનાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો:- BCCI Elections: અધ્યક્ષ માટે નામ નક્કી થવા પર બોલ્યા ગાંગુલી, આ કામ કરીશું પહેલા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ચૂંટણી 23 ઓક્ટબરે યોજાવાની છે. જેના માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ સોમવાર 14 ઓક્ટોબર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇથી જોડાયેલા પ્રમુખ લોકોની મુંબઇમાં બેઠક થઇ હતી. એક ક્રિકેટ એસોસિએશનથી જોડાયેલા પદાધિકારીએ જણાવ્યું હતું કે, સૌરવ ગાંગુલી બોર્ડના આગામી અધ્યક્ષ હશે. તાજેતરમાં સીકે ખન્ના બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ છે.
આ પણ વાંચો:- MP: કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી પ્લેયર્સના મોત, 3 ઈજાગ્રસ્ત
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ક્રિકેટ સંઘના પૂર્વ સંયુક્ત સચિવ જય શાહ બોર્ડના નવા સચિવ હશે. સંયુક્ત સચિવ, ઉપાધ્યક્ષ અઅને ખજાનચી પદના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત સોમવારે થશે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અરૂણ ઘમૂલના ખજાનચી પણ બની શકે છે. મુંબઇમાં થયેલી બેઠકમાં તે પણ નક્કી કરવામાં આવ્યું છે કે, તમામ પદો પર નિર્વિરોધી પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચો:- સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ પદ માટે લગભગ નક્કી, આ દિગ્ગજોને પણ મળી શકે છે મોટા પદ
સૌરવ ગાંગુરી અત્યારે બંગાલ ક્રિકેટ એસોસિએશન (સીએબી)ના અધ્યક્ષ છે. તે ગત મહિને જ સીએબી (CAB)ના બીજીવખત અધ્યક્ષ પસંદગી પામ્યા છે. હવે તે બીસીસીઆઈના પ્રમુખ તરીકે ચૂંટવાની તૈયારી કરી રહ્યા છે. જો તે બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે ચૂંટાય છે, તો તે ફક્ત 10 મહિના જ આ પદ પર રહી શકશે. આ પછી, તેમણે 'કૂલિંગ ઓફ પીરિયડ'ને કારણે પદ છોડવું પડશે. ગાંગુલીએ 2015 માં પહેલીવાર બંગાળ ક્રિકેટના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. સીએબીમાં તેમની છ વર્ષની મુદત 2020 માં પૂર્ણ થશે. આ પછી, તેમણે 'કૂલિંગ ઓફ પીરિયડ'ને કારણે પદ છોડવું પડશે.
જુઓ Live TV:-