સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ પદ માટે લગભગ નક્કી, આ દિગ્ગજોને પણ મળી શકે છે મોટા પદ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ  બોર્ડ (BCCI)માં ફેરફારનો દોર જોવા મળી રહ્યો છે. આગામી 23મી ઓક્ટોબરે નવા  બંધારણ મુજબ ચૂંટણી થવા જઈ રહી છે. આવનારી 23મી ઓક્ટોબરે મુંબઈમાં થનારી BCCI AGM મીટિંગમાં એ વાતનો નિર્ણય લેવાઈ શકે છેકે આગામી BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીને બનાવવામાં આવે. હાલ ગાંગુલી કોલકાતા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. 

સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ પદ માટે લગભગ નક્કી, આ દિગ્ગજોને પણ મળી શકે છે મોટા પદ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ  બોર્ડ (BCCI)માં ફેરફારનો દોર જોવા મળી રહ્યો છે. આગામી 23મી ઓક્ટોબરે નવા  બંધારણ મુજબ ચૂંટણી થવા જઈ રહી છે. આવનારી 23મી ઓક્ટોબરે મુંબઈમાં થનારી BCCI AGM મીટિંગમાં એ વાતનો નિર્ણય લેવાઈ શકે છેકે આગામી BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીને બનાવવામાં આવે. હાલ ગાંગુલી કોલકાતા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. 

સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સભ્યોમાં આ અંગે સામાન્ય સહમતિ બની ગઈ છે. પહેલીવાર એવું બનશે જ્યારે લોઢા કમિટીની ભલામણો બાદ બનાવવામાં આવેલા COA (કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ) 33 મહિનાઓના લાંબા ગાળા બાદ BCCIની બાગડોર ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં આપશે. 

દેશના ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહ BCCIના નવા સેક્રેટરી તરીકે ચૂંટાશે જ્યારે પૂર્વ BCCI પ્રેસિડેન્ટ અને હાલ દેશના નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ ધૂમલ બીસીસીઆઈના કોષાધ્યક્ષ ચૂંટાઈ આવશે. 

જુઓ LIVE TV

રવિવારના રોજ મુંબઈની હોટલ Tridentમાં આયોજિત એક ઈનફોર્મલ ડનરમાં તમામ સભ્યોને બોલાવવામાં આવ્યાં હતાં અને મોડી રાતે આ નામો પર સામાન્ય સહમતિ બની ગઈ છે. 

જો કે એન શ્રીનિવાસન સંલગ્ન તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન, હરિયાણા ક્રિકેટ એસોસિએશન અને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને 23 ઓક્ટોબરના રોજ થનારી એજીએમમાં ભાગ લેતા સીઓએ દ્વારા રોક લાગી છે કારણ કે સીઓએના જણાવ્યાં મુજબ આ તમામ ક્રિકેટ સંઘોએ સુપ્રિમ કોર્ટના નિર્દેશો મુજબ પોતાના બંધારણમાં ફેરફાર કર્યાં નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news