આઈસીસીને લખેલા પત્રમાં પાકનું નામ નહીં, BCCIએ આપી સફાઇ
અમિતાભ ચૌધરીએ બીસીસીઆઈના તે પત્રથી છેડો ફાડ્યો, જેમાં આઈસીસી અને તેના સભ્ય દેશોને અપીલ કરવામાં આવી હતી કે આતંકીઓને આશ્રય આપતા દેશો સાથે સંબંધ તોડી દેવામાં આવે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ બીસીસીઆઈના તે પત્રથી છેડો ફાડ્યો, જેમાં આઈસીસી અને તેના સભ્ય દેશોને અપીલ કરવામાં આવી હતી કે આતંકીઓને આશ્રય આપતા દેશો સાથે સંબંધ તોડી દેવામાં આવે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પરંતુ બીસીસીઆઈનો આગ્રહ ઠુકરાવતા કહ્યું હતું કે, આ પ્રકારના મામલામાં તેની કોઈ ભૂમિકા નથી.
ટાટા મોટર્સની 'હૈરિયર'ને આઈસીએલની સત્તાવાર ભાગીદાર બનાવવાની જાહેરાત માટે આયોજીત પત્રકાર પરિષદમાં ચૌધરીને પૂછવામાં આવ્યું કે, શું તે પત્રમાં વિશેષ રૂપથી પાકિસ્તાનનું નામ ન લખવુ ભૂલ હતી, તો તેમણે કહ્યું, મેં પત્ર લખ્યો નથી.
પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ આ પત્ર બીસીસીઆઈ સીઈઓ રાહુલ જોહરીએ પ્રશાસકોની સમિતિ (સીઈઓ)ની સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ લખ્યો હતો. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.
ચૌધરીએ કહ્યું, આઈસીસીના ચેરમેન (શશાંક મનોહર)એ આ મુદ્દા પર નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ મામલો આઈસીસી હેઠળ આવતો નથી.
INDvsAUS: બીજી વનડે જીતીને લીડ મજબૂત બનાવવા ઉતરશે ભારત
તે પૂછવા પર કે શું બીસીસીઆઈએ આ પ્રસ્તાવને તૈયાર કરવામાં ભૂલ કરી હતી, તેમણે કહ્યું, હું તમામ અટકળો પર વિરામ લગાવવા ઈચ્છું છું કે વલણમાં કોઈ અંતર નહતું. બીસીસીઆઈના સીઈઓએ આઈસીસીની સાથે લેખિત સંવાદ કર્યો હતો. આ સંવાદના બે પાસાં હતા- પ્રથમ પાસું સુરક્ષા સાથે જોડાયેલું હતું. આ પત્રની સામગ્રીના સંદર્ભમાં ચૌધરીએ કહ્યું કે, વિશ્વકપ પહેલા બીસીસીઆઈની મુખ્ય ચિંતા ખેલાડીઓની સુરક્ષા છે.
ચૌધરીએ કહ્યું, બીજો મુદ્દો તે સૂચન સાથે જોડાયેલો હતો કે ભારત અને આઈસીસીના અન્ય સભ્યોએ તે ટીમો સાથે ભાગ ન લેવો જોઈએ, જે આ ક્ષેત્રોમાંથી આવે છે, જ્યાં કેટલિક નિશ્ચિત ઘટનાઓ થાય છે, પરંતુ પત્રમાં તેનો ઉલ્લેખ નહતો.
ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીનું નંબર-1નું સ્થાન જોખમમાં, આ ખેલાડી આપી રહ્યો છે ટક્કર
તેમણે કહ્યું, આઈસીસી ચેરમેને તેના પર આઈસીસીની નીતિ બનાવનારી એકમાત્ર સંસ્થા આઈસીસી બોર્ડ સાથે ચર્ચા બાદ કહ્યું કે, તેના પર પ્રતિક્રિયા આપવાનો કે નિર્ણય કરવો આઈસીસીની હેઠળ નથી. ચૌધરીએ કહ્યું કે, બીસીસીઆઈ અને વિશ્વ ડોપિંગ વિરોધી એજન્સી (વાડા)ની વચ્ચે ટકરાવનો હક કાઢવો જરૂરી છે, જેનાથી વાડા આઈસીસીનું અનુપાલન ન કરનાર જાહેર ન કરે.