ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીનું નંબર-1નું સ્થાન જોખમમાં, આ ખેલાડી આપી રહ્યો છે ટક્કર

આ વિદેશી ક્રિકેટર ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પ્રથમ સ્થાનેથી હટાવવાની નજીક પહોંચી ગયો છે. 
 

ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીનું નંબર-1નું સ્થાન જોખમમાં, આ ખેલાડી આપી રહ્યો છે ટક્કર

દુબઈઃ ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન આઈસીસી ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પ્રથમ સ્થાનેથી હટાવવાની નજીક પહોંચી ગયો છે. સોમવારે જાહેર થયેલા તાજા રેન્કિંગમાં વિલિયમ્સનને 18 પોઈન્ટનો ફાયદો થયો છે. હવે તેના 915 પોઈન્ટ થઈ ગયા છે. 

વિલિયમ્સન પોતાના કરિયરમાં પ્રથમ વખત આટલા પોઈન્ટે પહોંચ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ફટકારેલી અણનમ બેવડી સદીને કારણે તેને આ ફાયદો થયો છે. 

કોહલીના ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં 922 પોઈન્ટ છે. બંન્ને વચ્ચે સાત પોઈન્ટનું અંતર છે. કોહલી માટે મુશ્કેલીની વાત છે કે તેને હવે જુલાઈ સુધી કોઈ ટેસ્ટ મેચ રમવાની નછી જ્યારે વિલિયમ્સને બાંગ્લાદેશ વિરુદ્ધ હજુ બે ટેસ્ટ મેચ રમવાની છે. આ બે ટેસ્ટ મેચોમાં કિવી કેપ્ટનની પાસે કોહલીને પ્રથમ સ્થાનેથી હટાવવાની તક હશે. 

Find out who else made gains in the latest @MRFWorldwide ICC Test Players Rankings!

— ICC (@ICC) March 4, 2019

પૂજારા ત્રીજા સ્થાને
ભારતનો ચેતેશ્વર પૂજારા ત્રીજા સ્થાને યથાવત છે. તો ન્યૂઝીલેન્ડનો ટોમ લાથમ હવે 11માં સ્થાન પર પગોંચી ગયો છે, જ્યારે તેનો સાથી જીત વારલ 33માં સ્થાને આવી ગયો છે. હેનરી નિકોલ્સને બે સ્થાનનું નુકસાન થયું અને તે સાતમાં સ્થાને છે. 

બોલરોમાં ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બાઉલ્ટને બે સ્થાનનું નુકસાન થયું છે. તે આઠમાં સ્થાને આવી ગયો છે. ટિમ સાઉદી નવમાં નંબર પર છે. ભારતનો અશ્વિન 10માં સ્થાને છે. 

નીલ વેગનર ત્રણ સ્થાનની છલાંબ સાથે 11માં અને બાંગ્લાદેશનો મહમદુલ્લાહ ત્રણ સ્થાન આગળ વધીને 63માં સ્થાને પહોંચી ગયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news