લંડનઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને કહ્યું કે, બીજી ટેસ્ટના બીજા દિવસે સ્થિતિ બોલિંગ કરવા માટે અનુકૂળ હતી અને આ સ્થિતિમાં તેની ટીમ કોઇપણ બેટિંગ ક્રમને આઉટ કરી શકતી હતી. એન્ડરસને 20 રન આપીને પાંચ વિકેટ ઝડપી. જેના કારણે ઈંગ્લેન્ડે ભારતીય ટીમને વરસાદના વિઘ્ન વચ્ચે બીજા દિવસે પ્રથમ ઈનિંગમાં 107 રનમાં ઓલઆઉટ કરી દીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્ડરસને કહ્યું કે, આ સ્થિતિમાં અમે આવી બોલિંગ કરીએ તો વિશ્વની કોઇપણ ટીમને આઉટ કરી શકતા હતા. અમે લગભગ કોઇ ખરાબ બોલ ફેંક્યો. આ પ્રકારની બોલિંગ અને દબાવની સામે રમવું મુશ્કેલ હોય છે. અમે સ્થિતિનો ખૂબ ફાયદો ઉઠાવ્યો. તેવું નથી કે માત્ર ભારતીય બેટ્સમેનોને મુશ્કેલ થયું હોય. 


હંમેશા આવી સ્થિતિ મળતી નથી
તેમણે કહ્યું કે, હું જો સારી બોલિંગ ન કરી શક્યો હોત તો નિરાશ હોત કારણ કે સ્થિતિ બોલિંગને અનુકૂળ હતી. ઈંગ્લેન્ડમાં હંમેશા આવી સ્થિતિ મળતી નથી. વધુ કંઇ કરવાની જરૂર ન પડી. એન્ડરસને કહ્યું કે વિરાટ કોહલી સાથે મેદાનના વિરોધીનો તે આનંદ માણી રહ્યો છે પરંતુ તેણે તે વાતથી ઇન્કાર કર્યો કે ભારતીય ટીમ માત્ર તેના પર નિર્ભર છે. 


કોહલીની સાથે રમવાનો આનંદ
તેમણે કહ્યું કે, મને કોહલીની સાથે વિરોધીમાં ખૂબ મજા આપી રહી છે. તે વિશ્વનો નંબર-1 બેટ્સમેન છે અને મને સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની સાથે રમવામાં મજા આપે છે, કારણ કે ખુદને અજમાવવાની તક મળે છે. હું મારા તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો પ્રયત્ન કરતો રહીશ. 


શું થયું હતું મેચમાં
મહત્વનું છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ક્રિકેટના મક્કા લોર્ડસમાં રમાઇ રહી છે. પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઇ ગયો હતો અને બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન નડ્યું હતું. વરસાદને કારણે મેર રોકાઇ રોકાઇને રમાયો અને ભારતીય ટીમ 107 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. કોઈપણ ભારતીય બેટ્સમેન પરિસ્થિતિ અનુસાર ન રમ્યો. જેમ્સ એન્ડરસને પરિસ્થિતિનો ખૂબ લાભ ઉઠાવ્યો અને 5 વિકેટ ઝડપી. આ મેચમાં બીજા દિવસે થયેલો ટોસ ઈંગ્લેન્ડે જીત્યો હતો અને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.