આંદ્રે રસેલને હેલમેટ પર વાગ્યો બોલ અને પછી...
વેસ્ટ ઇન્ડિઝના જબરદસ્ત ઓલરાઉન્ડર આંદ્રે રસેલને કેરેબિયન પ્રીમિયર લીગ (Caribbean Premier League)ની એક મેચ દરમિયાન હેલ્મેટ પર દડો વાગી ગયો
કિંગ્સટન (જમૈકા) : વેસ્ટ ઇન્ડિઝના જબરદસ્ત ઓલરાઉન્ડર આંદ્રે રસેલને કેરેબિયન પ્રીમિયર લીગ (Caribbean Premier League)ની એક મેચ દરમિયાન હેલ્મેટ પર દડો વાગી ગયો. આ દડો વાગ્યા પછી રસેલને મેદાન બહાર લઈ જવો પડ્યો હતો. રસેલ જમૈકા થલાવાજદ તરફથી સેન્ટ લુસિકા જોક્સ વિરૂદ્ધ મેચ રમી રહ્યો હતો અને એક શોર્ટ બોલને પુલ કરવામાં ચુકી ગયો હતો. આ ગફલતને કારણે દડો જમણા કાન પાસે હેલમેટમાં વાગ્યો અને પછી તે પીચ પર પડી ગયો.
એ સમયે થલાવાજની ઇનિંગની 14મી ઓવર ચાલી રહી હતી અને રસેલે ખાતું નહોતું ખોલ્યું. બોલ જોરથી રસેલના હેલમેટ પર વાગી અને તેના કારણે તે પીચ પર પડી ગયો. તે જેવો પડ્યો કે તરત ફિલ્ડર્સ તેની તરફ દોડ્યા અને હેલમેટ ઉતારીને ઇજા વિશે જાણવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ પછી સાંજે એનું સીટી સ્કેન કરવામાં આવ્યું અને એમાં કોઈ ગંભીર ઇજા નથી થઈ. આ વાતની પુષ્ટિ મેડિકલ અપડેટમાં પણ કરવામાં આવી છે.
રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...