નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ત્રણ મેચોની ટી20 સિરીઝનો પ્રથમ મુકાબલો આજે (શનિવાર 3 ઓગસ્ટ) રાત્રે 8 કલાકથી ફ્લોરિડામાં રમાવાનો છે. આ મુકાબલાના 24 કલાક પહેલા વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. હકીકતમાં વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ભારત વિરુદ્ધ ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે આંદ્રે રસેલના સ્થાને જેસન મોહમ્મદને ટીમમાં સામેલ કરી લીધો છે. આ વિશે વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે કહ્યું કે, આંદ્રે રસેલ ઈજાગ્રસ્ત છે અને ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો નથી. આ કારણે આંદ્રે રસેલ ભારત વિરુદ્ધ ટી20 સિરીઝમાથી બહાર થઈ ગયો છે, પરંતુ સવાલ આ સમયે મોટો થઈ જાય છે કે તે કેનેડામાં GT20 લીગ રમી રહ્યો છે. 


વિશ્વકપ 2019 દરમિયાન ઈજાગ્રસ્ત થયેલ આંદ્રે રસેલ ઈજાગ્રસ્ત થયો અને ટૂર્નામેનટ્માંથી બહાર થઈ ગયો હતો. આ વચ્ચે તે ઈજામાંથી બહાર આવી ગયો અને ટી20 સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો પરંતુ રસેલ કેનેડામાં ગ્લોબલ ટી20 લીગ રમવા ચાલ્યો ગયો હતો. તેવામાં તે વાતનો ઈનકાર ન કરી શકાય કે આંદ્રે રસેલ ઈજાગ્રસ્ત છે. જો રસેલ ઈજાગ્રસ્ત હોય તો તે ક્રિસ ગેલની આગેવાની વાળી વૈનકુવર નાઇટ્સ માટે બે મેચ ન રમી શક્યો હોત. 

IND vs WI: કેએલ રાહુલની પાસે ટી20Iમા સૌથી ઝડપી એક હજાર રન પૂરા કરવાની તક


તેવામાં તે સામે આવી રહ્યું છે કે આંદ્રે રસેલ પોતાના બોર્ડથી પૈસાને વધુ મહત્વ આપી રહ્યો છે. એટલું જ નહીં, બોર્ડને તેના ખેલાડીઓની ચિંતા હોત તો તેને રમવાની મંજૂરી ન આપત. તે રીતે માની શકાય કે રસેલ બોર્ડને ઓછું અને પૈસાને વધુ મહત્વ આપી રહ્યો છે. તેથી તે ટી20 લીગ્સમાં રમી રહ્યો છે. મહત્વનું છે કે આંદ્રે રસેલે છેલ્લા એક વર્ષમાં વેસ્ટ ઈન્ડિઝ માટે એકપણ ટી20 મેચ રમી નથી.