વેલિંગટનઃ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યો છે. મેચના પાંચમાં દિવસે બુધવારે અહીં વરસાદને કારણે માત્ર 13 ઓવરની રમત શક્ય બની હતી. પાંચમાં દિવસે બીજી ઈનિંગમાં પ્રવાસી ટીમનો સ્કોર 3 વિકેટે 287 રન રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોથા દિવસે શાનદાર બેટિંગ કરતા રેકોર્ડ ભાગીદારી કરનાર કુસલ મેન્ડિસ (141 અણનમ) અને એન્જેલો મેથ્યુઝ (120 અણનમ) અંતિમ દિવસે પણ સંભાળીને બેટિંગ કરતા વિકેટ ન ગુમાવી. શ્રીલંકાની ટીમ આ ભાગીદારી અને હવામાનને કારણે મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી. 


શ્રીલંકાની ટીમે પ્રથમ ઈનિંગમાં 282 રન બનાવ્યા હતા, જેના જવાબમાં યજમાન ટીમે 578 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન ટોમ લાથમના અણનમ 264 રનની ઈનિંગ રમી જેના માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 


IPL 2019: બંગાળનો પ્રયાસ રે બર્મન બન્યો સૌથી યુવા કરોડપતિ 


સિરીઝનો બીજો અને અંતિમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.