નવી દિલ્હીઃ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ (પ્રથમ શ્રેણી ક્રિકેટ)ના એક મેચમાં એક બેટ્સમેનની બે બેવડી સદી, આ કીર્તિમાન નિશ્ચિત રીતે ચોંકાવે છે. લગભગ 200 વર્ષના પ્રથમ શ્રેણીના ક્રિકેટ ઈતિહાસમાં આવી ઘટના બે વાર બની છે. 81 વર્ષ પહેલા થયેલું આ કારનામું 3 ફેબ્રુઆરી 2019ના કોલંબોમાં ફરી થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, શ્રીલંકાના એન્જેલો પરેરાએ નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ Nondescripts Cricket Club) તરફથી રમતા ચાર દિવસીય મેચોમાં બે બેવડી સદી ફટકારી દીધી હતી. 


29 વર્ષના એન્જેલો પરેરાએ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ (Super Eight, Premier League Tournament Tier A)માં સિંહલીજ સ્પોર્ટ્સ ક્લબ (Sinhalese Sports Club) વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં 201 રન (203 બોલમાં) બનાવ્યા, જ્યારે બીજી ઈનિંગમાં તેણે 231 રન (268 બોલમાં) ફટકાર્યા હતા. 


આ સાથે તેણે ઈંગ્લેન્ડના ઓર્થર ફૈગના તે રેકોર્ડની બરોબરી કરી લીધી છે, જ્યાં તેમણે 1938માં કોલચેસ્ટરમાં કેન્ટ તરફથી રમતા એસેક્સ વિરુદ્ધ મેચમાં 244 અને અણનમ 202* રન બનાવ્યા હતા. 



ધોની સ્ટંપની પાછળ હોય તો ક્યારેય ક્રીઝ ન છોડો, ICCની બેટ્સમેનોને સલાહ 
 


બેટિંગ ઓલરાઉન્ડર એન્જેલો પરેરાનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ ખરાબ રહ્યું હતું. આ કારણે તે ટીમનો નિયમિત ખેલાડી બની શક્યો નથી. શ્રીલંકા તરફથી જુલાઈ 2013માં તેણે વનડેમાં પર્દાપણ કર્યું અને કુલ ચાર મેચ (8 રન, કોઈ વિકેટ નહીં) રમી હતી. તેજ વર્ષે માર્ચમાં ટી20 આંતરરાષ્ટ્રીય પર્દાપણ કરતા તે બે મેચ (4 રન, કોઈ વિકેટ નહીં) રમ્યો હતો. 



INDvsNZ: ટી20 સિરીઝ પહેલા ન્યૂઝીલેન્ડને લાગ્યો ઝટકો, આ બેટ્સમેન થયો બહાર
 


પરેરાની પાસે 97 પ્રથમ શ્રેણીના મેચોનો અનુભવ છે. જેમાં તેણે અત્યાર સુધી 18 સદીની સાથે 47.54ની એવરેજથી 6941 રન બનાવ્યા છે. આ બે બેવડી સદીની મદદથી તેણે શ્રીલંકન પસંદગીકારોની સામે રાષ્ટ્રીય ટીમમાં વાપસીનો દાવો ઠોકી દીધો છે.