ધોની સ્ટંપની પાછળ હોય તો ક્યારેય ક્રીઝ ન છોડો, ICCની બેટ્સમેનોને સલાહ

આઈસીસીએ એક ટ્વીટનો જવાબ આપતા ધોનીની વિકેટકીપિંગની પ્રશંસા કરી છે. 

ધોની સ્ટંપની પાછળ હોય તો ક્યારેય ક્રીઝ ન છોડો, ICCની બેટ્સમેનોને સલાહ

નવી દિલ્હીઃ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICC અત્યાર સુધી આ રમતને જેન્ટલમેન બનાવી રાખવાના નિયમો અને કાયદાને લઈને તત્પર હતી. પરંતુ વેલિંગટનની ઘટના બાદ હવે ક્રિકેટ રમી રહેલા બેટ્સમેનોને ધોનીથી બચાવવાનું બીડું પણ ઉઠાવી લીધું છે. ICCએ સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કરીને વિશ્વભરના બેટ્સમેનોને તે સલાહ આપી કે, તે કોઈપણ સ્થિતિમાં પોતાની ક્રીઝ ન છોડે, જો સ્ટંપની પાછળ એમએસ ધોની હોય. 

વર્લ્ડ ક્રિકેટના બેટ્સમેનોને આઈસીસીએ આ ચેતવણી વેલિંગટનમાં કીવી બેટ્સમેન જિમી નિશીમની સાથે થયેલી દુર્ઘટના જોયા બાદ આપી હતી. સોશિયલ મીડિયા પર છવાયેલી તસ્વીરો જુઓ અને સમજો કે આઈસીસીએ ધોનીને લઈને મુહિમ ચલાવવાની જરૂર કેમ પડી. 

ICC tweet reply

આ વીડિયોમાં બોલર કેદાર જાધવની સાથે મળીને ધોની જિમી નિશામ વિરુદ્ધ LBWની અપીલ કરતો હતો. આ અપીલ દરમિયાન કીવી બેટ્સમેન જિમી નિશામ પોતાની ક્રીઝ છોડીને ભૂલ કરી દે છે, જે ધોની માટે તક બની જાય છે. ધોનીએ આ તકનો લાભ લીધો અને જિમી નિશામને રનઆઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

— Gopinath (@gopi_toRnados18) February 4, 2019

નિશામ આ મેચમાં ખૂબ ઝડપી બેટિંગ કરી રહ્યો હતો. જો તે 50 ઓવર સુધી ટકી ગયો હોત તો ન્યૂઝીલેન્ડ અંતિમ વનડે જીતી શકતો હતો. પરંતુ ટીમ ઈન્ડિયામાં જ્યાં સુધી ધોની છે તો ભૂલ થવાની કોઈ શક્યતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news