દોહાઃ મહિલા ભાલા ફેંક એથલીટ અનુ રાની અને 5000 મીટર રેસની રનર પારૂલ ચૌધરીએ અહીં ચાલી રહેલી 23મી એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે સ્પર્ધામાં મેડલનું ખાતું ખોલ્યું હતું. 2014ની એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા અનુએ 66.22 મીટરનો થ્રો ફેંકીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીત્યો હતો. અનુએ પોતાના પ્રથમ પ્રયાસમાં 60.22 મીટર થ્રો કર્યો, જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુએ બીજા પ્રયાસમાં 58.86 મીટરનો થ્રો કર્યો હતો. તેણે આ પહેલા ભુવનેશ્વરમાં 2017માં યોજાયેલી એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 57.32 મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 


‘કિંગ’ કોહલી અને ‘કુલ’ ધોની ભારતને અપાવી શકે છે વિશ્વ કપઃ શ્રીકાંત


પારૂલે 15: 36.03ના સમયની સાથે બ્રોન્ઝ જીત્યો. આ સ્પર્ધામાં કેન્યાની વિન્ફ્રેડ મુટિલે યાવીએ ગોલ્ડ અને બહરીનની બોંટૂ રેબિટૂએ સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની સંજીવની જાધવ આ સ્પર્ધામાં ચોથા નંબર પર રહી હતી. આ પહેલા દુતી ચંદે મહિલાઓની 100 મીટર દોડમાં પોતાનો જ પાછલો રેકોર્ડ તોડીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 


IPL 2019: મુંબઈ ઈન્ડિયન્સે ખેલાડીઓને આપી ચાર દિવસની રજા 


23 વર્ષીય દૂતીએ ખલીફા સ્ટેડિયમમાં 11.28 સેકન્ડના સમયની સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો અને 100 મીટરની રેસના રાઉન્ડર-1ની હીટ-4 રેસ જીતી હતી. તેણે આ સાથે 11.29 સેકન્ડનો પોતાનો પાછલો રેકોર્ડ તોડી દીધો જે તેણે ગત વર્ષે ગુવાહાટીમાં બનાવ્યો હતો. પરંતુ હિમા દાસ કમરની ઈજાને કારણે મહિલાઓની 400 મીટર રેસને પૂરી ન કરી શકી. એશિયન ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા હિમા રેસની વચ્ચે જ બહાર થઈ ગઈ હતી.