IPL 2019: મુંબઈ ઈન્ડિયન્સે ખેલાડીઓને આપી ચાર દિવસની રજા
વિશ્વ કપ પહેલા અને આઈપીએલ ટૂર્નામેન્ટની વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ખેલાડીઓને તાજા-માજા રાખવા માટે ક્રિકેટમાંથી 4 દિવસનો બ્રેક આપ્યો છે. મુંબઈની ટીમમાં આશરે 5 થી 6 ખેલાડી આગામી વિશ્વ કપમાં પોત-પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ પોતાના તમામ ખેલાડીઓને ચાર દિવસનો બ્રેક આપ્યો છે, જેથી તે આરામ કરે. પોતાના પરિવારની સાથે સમય પસાર કરે અને ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનના અંતિમ ચરણના મેચોમાં પોતાનું 100 ટકા યોગદાન આપે.
વિશ્વ કપ પણ આઈપીએલના તુરંત બાદ શરૂ થશે અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હંમેશા પોતાના ખેલાડીઓને સમજદારીથી પોતાના વર્કલોડને સમજદારીથી મેનેજ કરવાનું કહ્યું છે. મુંબઈની ટીમમાં સામેલ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ આગામી વિશ્વ કપમાં ભારતીય ટીમમાં રમશે.
ટીમના નજીકના સૂત્રએ કહ્યું, ખેલાડી અમારી પ્રાથમિકતા છે અને તેને એક સૂચના આપવામાં આવી છે કે, ગમે તે કરો બેટ અને બોલથી દૂર રહો. તેણે શાંતિથી ચાર દિવસ બ્રેકમાં આરામ કરવો જોઈએ.
મુંબઈ તેનો આગામી મેચ 25 એપ્રિલે ચેન્નઈ વિરુદ્ધ રમશે. તે પૂછવા પર કે શું આ પગલું ભારતીય ખેલાડીઓને વિશ્વ કપ માટે ફ્રેશ રાખવા માટે લેવામાં આવ્યું છે? સૂત્રએ કહ્યું, માત્ર રોહિત, બુમરાહ કે હાર્દિક નહીં, અમારી પાસે ડિ કોક, લસિથ મલિંગા જેવા અન્ય ખેલાડી પણ છે, જે પોતાના દેશ માટે વિશ્વ કપ રમશે.
તેમણે કહ્યું, અમે અમારા વર્કલોડને તે રીતે મેનેજ કરવા ઈચ્છીએ છીએ જ્યારે તે વિશ્વ કપમાં રમે તો પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી શકે. વધુ પડતા વિદેશી ખેલાડી સીધા ચેન્નઈ ગયા છે અને ત્યાં પોતાના પરિવારોની સાથે આનંદ લઈ રહ્યાં છે, જ્યારે ભારતીય ખેલાડી પોતાના ઘરે ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે