મ્યૂનિખ (જર્મની): ભારતની સ્ટાર મહિલા શૂટર અપૂર્વી ચંદેલાએ અહીં ચાલી રહેલી આઈએસેસએફ વિશ્વકપમાં રવિવારે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય રાયફલ સંઘ (એનઆરએઆઈ)એ પોતાના સત્તાવાર ટ્વીટ હેન્ડલ પર તેની જાણકારી આપી છે. વર્લ્ડ નંબર-1 અપૂર્વીએ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અપૂર્વીએ આ વર્ષે આ બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં 10 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અપૂર્વીએ ફાઇનલમાં 251.0ના સ્કોરની સાથે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. ચીનની વાંગ લુયાઓએ 250.8ના સ્કોરની સાથે સિલ્વર અને તેની હમવતન જૂ હોંગે 229.4ના સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 


જયપૂરની અપૂર્વી અને વાંગ વચ્ચે મુકાબલો ખુબ રોમાંચક રહ્યો જેમાં તે ભારતીય માત્ર 0.1 પોઈન્ટથી આગળ હતી. અપૂર્વીએ અંતમાં 10.4 પોઈન્ટથી ગોલ્ડ હાસિલ કર્યો જ્યારે વાંગ 10.3 પોઈન્ટ બનાવી શકી હતી. આ અપૂર્વીનો વર્ષમાં આઈએસએસએફ વિશ્વકપ ગોલ્ડ મેડલ છે, તેણે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં વિશ્વ રેકોર્ડની સાથે પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું. બેઇજિંગમાં બીજા વિશ્વકપમાં તે ચોથા સ્થાન પર રહી હતી. આ તેના કરિયરનો ચોથો આઈએસએસએફ મેડલ છે. 


Player Profile: બેટ્સમેનો માટે કાળ છે આ ભારતીય બોલર, જાણો સંપૂર્ણ રેકોર્ડ 


આ દિવસે બે ટોક્ટો 2020 ઓલિમ્પિક કોટા ઉપલબ્ધ હતા જે રોમાનિયાની લૌરા જાર્જેટા કોમાન અને હંગરીની ઇસ્ટર મેસજોરાસના નામે રહ્યાં જેણે મહિલા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં પાંચમું અને છઠ્ઠું સ્થાન હાસિલ કર્યું હતું. ભારતની પાસે પહેલા જ 5 કોટા સ્થાન છે. અપૂર્વી, અંજુમ, સૌરભ ચૌધરી, અભિષેક વર્મા અને દિવ્યાંશ સિંહ પંવારે કોટા હાસિલ કર્યો છે. સોમવારે 6 ફાઇનલ રમાશે જેમાં 6 ટોક્યો ટિકિટ દાવ પર હશે.