રાંચીઃ રાંચીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્ચર દીપિકા કુમારીની સગાઈ 10 ડિસેમ્બરે થઈ રહી છે.  દીપિકાએ પોતાના સપનાના રાજકુમાર તરીકે આર્ચર અતનુ દાસને પસંદ કર્યો છે. આ બંન્નેની સગાઈ 10  ડિસેમ્બર તેના રાતૂ સ્થિત નિવાસ્થાને થશે. પરંતુ લગ્નમાં હજુ થોડો સમય લાગશે. દીપિકા-અતનુના લગ્ન  2019ના નવેમ્બર-ડિસેમ્બરમાં થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અતનુ દાસે કહ્યું કે, હજુ ઓલમ્પિકનો ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ થવાનો છે, આ સાથે અન્ય સ્પર્ધાઓ પણ છે,  તેથી અમે આગામી વર્ષે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. અતનુએ સ્પોર્ટસ્ટારની સાથે વાતચીતમાં કહ્યું કે,  આ વર્ષે દુર્ગાપૂજાના અવસરે બંન્નેએ પોતાના માતા-પિતાની સાથે અમારા સંબંધો વિશે વાત કરી અને લગ્ન  કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 


Football: મહાન ફુટબોલર પેલેએ કહ્યું, લિયોનેલ મેસીથી શાનદાર હતા ડિએગો મારાડોના


દીપિકા અને અતનુની મુલાકાત કોલકત્તામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કેમ્પમાં થઈ હતી. બંન્નેએ  સાથે વર્લ્ડ કપ મેચ દરમિયાન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બંન્નેએ સાથે બીજી ઘણી સ્પર્ધાઓ  જીતી છે. 


VIDEO: એડિલેડની શેરીઓમાં નિકળ્યા રોહિત અને અશ્વિન, આમ ફેન્સને આપી સરપ્રાઇઝ