યશ કંસારા, અમદાવાદઃ ડિએગો મારાડોના (Diego Maradona)... એક એવું નામ જે કોઈ પણ ફૂટબોલ પ્રેમી નહીં ભુલી શકે. આજે કોઈ નાનું બાળક પણ ફૂટબોલ પ્રેમી હોય તો તે પણ મારાડોનાના નામથી તો પરિચિત જ હશે. જ્યારે, કોઈ ફૂટબોલ ફેન ના હોય તો પણ મારાડોના વિશે તેણે ફૂટબોલનું પણ કોઈ વિવાદ અંગે તો સાંભળ્યું કે વાંચ્યું જ હશે. કેમ કે મારાડોનાનું બીજુ નામ વિવાદ કહેવું ખોટું નથી. ફૂટબોલ પીચ પર હોય કે પછી તે બાર્સેલોનાના કોઈ પબમાં હોય કે પછી તેના ફેન્સ સાથે ગેરવર્તણૂંકની વાત હોય તમામ ઘટનાઓમાં મારાડોના અને વિવાદ સાથે જ હતા.


ડિએગો મારાડોનાનો જન્મ બ્યૂનસ આયર્સના નાનકડા શહેર વિલા ફિયોરીટોમાં 30 ઓક્ટોબર 1960ના રોજ થયો હતો. મારાડોના એક ગરિબ પરિવારમાંથી આવતો હતો. તેના પિતા ઈંટની ભટ્ટીમાં કામ કરતા અને તેની માતા ઘરમાં ડિએગો સહિત પોતાના 8 બાળકોને સાચવતી હતી. મારાડોના વિલા ફિયોરીટોમાં એક સ્લમ વિસ્તારમાં રહેતો હતો. મારાડોના ત્રણ વર્ષનો હતો, ત્યારે તેના ભાઈએ તેને ફૂટબોલ ગિફ્ટ કર્યો હતો. ત્યારથી જ મારાડોના ફૂટબોલ સાથે પ્રેમમાં પડ્યો હતો. મારાડોના ફૂટબોલને એટલો પ્રેમ કરતો કે તે દિવસમાં તો ઠીક પરંતુ રાત્રે પણ ફૂટબોલનો પોતાથી દૂર નહોતો થવા દેતો. 8 વર્ષની ઉંમરે શરૂ થયો ફૂટબોલનો સફર- મારાડોનાનો ફૂટબોલ સાથેનો લગાવ એવો હતો કે, તે નાની ઉંમરે એવી ગેમ રમતો કે સામે વાળા ચક્કર ખાઈ જાય. 8 વર્ષની ઉંમરે ડિએગો અર્જન્ટીનોસ્ જૂનિયર્સના ટ્રાયલ માટે ગયો હતો. જ્યાં, તેને રમતા જોઈ હાજર કોચે મારાડોનાના પાસેથી તેના ઉંમરનો પ્રમાણપત્ર માગ્યો હતો. તે લોકો વિશ્વાસ જ નહોતા કરી શકતા કે આટલો નાનો બાળક આ પ્રકારની ગેમ રમી શકે. એકવાર કોચને ખબર પડી ગઈ કે મારાડોના ખોટું નથી બોલતો ત્યાર પછી તો તે લોકો મારાડોનાની પાછળ તેને તૈયાર કરવા લાગી ગયા. મારાડોના સિનિયર ટીમ માટે રમે તે પહેલાંથી જ સ્પોટલાઇટમાં આવી ગયો હતો. કેમ કે એક તો તેની ગેમ તેની ઉંમરના છોકરાઓથી ઉપર હતી. અને બીજી બાજુ ગેમના હાફ ટાઈમ દરમિયાન મારાડોના પોતાની ફૂટબોલ સ્ક્લિ બતાવતો. જેના કારણે તે મીડિયા માટે રસનો વિષય હતો. અર્જન્ટીનોસ્ અને બોકા- 15 વર્ષની ઉંમરે મારાડોનાએ અર્જન્ટીનોસ્ જૂનિયર્સની સિનિયર ટીમમાં પદ મેળવ્યું અને તે આટલી નાની ઉંમરે પ્રિમેરામાં રમનારો પ્રથમ ખેલાડી બની ગયો. થોડા મહિના બાદ ડિએગો મારાડોનાની એન્ટ્રી અર્જન્ટીનાની નેશનલ ટીમમાં થઈ અને તે હંગેરી સામે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીષ ફૂટબોલ મેચ રમ્યો હતો. 1977માં આ મેચ રમાઈ હતી અને 1978માં અર્જન્ટીનાએ ફૂટબોલ વર્લ્ડ કપમાં યજમાની કરી હતી. પણ ચોંકાવનારી વાત એ હતી કે, તે સમયના નેશનલ ટીમના કોચ સિઝર લ્યૂઈસ મેનોટ્ટીએ ડિએગો મારાડોનાને ટીમમાંથી પડતો મુક્યો હતો. જેના કારણે મારાડોનાને ખૂબ જ દુખ થયું હતું. મારાડોના પાંચ વર્ષ અર્જન્ટીનોસ્ જૂનિયર માટે રમ્યો હતો. જેમાં, તેણે 166 મેચમાં 116 ગોલ સ્કોર કર્યા હતા. ત્યારબાદ, મારાડોનાને 2 ક્લબોમાંથી ઓફર આવી હતી. રિવેરા પ્લેટ અને બોક જૂનિયર્સથી તેને ઓફર મળી હતી. જેમાં, બોકા જૂનિયર્સ કરતા રિવેરા પ્લેટની ઓફર સારી હતી. પણ બાળપણથી મારાડોના બોક જૂનિયર્સને સપોર્ટ કરતો હતો. જેથી તેણે બોકા જૂનિયર્સની ઓફર સ્વીકારી હતી. ડિએગોનો અર્જન્ટીના માટે પ્રથમ વર્લ્ડ કપ- મારાડોનાએ બોકા જૂનિયર્સ માટે એક જ સિઝન રમી હતી અને તે સિઝન તેણે ટીમને જીતાવવી હતી. ડિએગોએ બોકા જૂનિયર્સ માટે રમેલી 40 મેચોમાં 28 ગોલ સ્કોર કર્યા હતા. અને તેણે એકલા હાથે બોકા જૂનિયર્સને પ્રિમેરા ડિવિઝન ટાઈટલ જીતાડ્યું હતું. અને તે સિઝનના અંતમાં મારાડોનાને ફૂટબોલ વર્લ્ડ કપ રમવાનો મોકો મળ્યો હતો. જોકે બ્રાઝિલ અને ઈટલી સામે મળેલી હારના કારણે અર્જન્ટીના સેમી ફાઈનલમાં પહોંચી શક્યો ના હતું.   બાર્સેલોનામાં મારાડોનાના વિવાદ વકર્યા- ડિએગો મારાડોનાએ બાર્સેલોનામાં જ્યારે પ્રવેશ મેળવ્યો ત્યારે, તે વર્લ્ડ રેકોર્ડ 7.3 મિલિયન ડોલરની ફિ લઇને ગયો હતો. જ્યારે, 26 જૂન 1983ના દિવસે રમાયેલી રિઅલ મેડ્રિડ અને બાર્સેલોના વચ્ચેની એલ ક્લાસિકોમાં ઈતિહાસ રચાયો હતો. જેમાં, પ્રથમ વાર કોઈ બાર્સેલોનાના ખેલાડીને રિઅલ મેડ્રિડના ફેન્સે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હોય. તે ખેલાડી હતો ડિએગો મારાડોના. જોકે, મારાડોનાનું બાર્સેલોના ખાતેનો સમય સારો નહોતો રહ્યો. તે કોઈ મોટી ઈમ્પેક્ટ નહોતો પાડી શક્તો. ફૂટબોલ ગ્રાઉન્ડ પર તેની સામે ફાઉલ કરવામાં આવતા હતા. પછી, તે એક વર્ષ સુધી પગમાં થયેલી ઈન્જરીના કારણે બહાર રહ્યો હતો. જ્યારે, બાર્સેલોનામાં તેની કારર્કિદી દરમિયાન તેના ક્લબના મેનેજર સાથે પણ સંબંધો સારા ન હતા. અને સૌથી મોટી વાત કોકેઈન સાથે પહેલી વાર મારાડોના બાર્સેલોનામાં રમતો હતો ત્યારે સંપર્કમાં આવ્યો હતો. તમામ હદ તો ત્યારે વટી ગઈ જ્યારે એથલેટિક બીલબાઓ સામેની મેચમાં મારાડોનાએ સામેની ટીમના પ્લેયરને માર માર્યો હતો. જેના કારણે બાર્સેલોનાએ તેને ક્લબમાંથી કાઢી મુક્યો હતો. ઈટાલીયન ફૂટબોલમાં મારાડોનાની એન્ટ્રી- 1984માં મારાડોનાએ ઈટાલીયન ક્લબ નેપોલીમાં એન્ટ્રી મેળવી હતી. અને તે પણ રેકોર્ડ બ્રેક 13 મિલિયન ડોલરની ડિલ હતી. જ્યારે, તે નેપલ્સમાં આવ્યો ત્યારે તેણે ત્યાંની ગરીબી જોઈ અને પછી તેણે નેપલ્સમાં રહિને અને રમીને તેને આપેલા પ્રેમની સારી ગેમ રમીને ચુકવણી કરશે. મેક્સિકો 1986 વર્લ્ડ કપ- 1986નો મેક્સિકો વર્લ્ડ કપ જ્યારે આવ્યો ત્યાર સુધીમાં ક્લિયર થઇ ગયું હતું કે દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ ખેલાડી કોણ છે. અને તે હતો ડિએગો મારાડોના. મારાડોના સૌથી ફાસ્ટ અને ટેક્નિકલ પ્લેયર હતો. મારાડોનાનો બોલ પર કંટ્રોલ, ડ્રિબ્લિંગ સ્કિલ, વિઝન, પાવર, પાસિંગ અને રિએક્શન ટાઇમ સૌથી મહત્વનું પાસુ હતું. જેના કારણે તે દરેક ટીમ પર ભારે પડ્યો હતો. ઉરુગવેને હરાવ્યા બાદ અર્જન્ટીના ઈંગ્લેન્ડ સામે ક્વોર્ટર ફાઈનલમાં હતુ. આ મેચ હિસ્ટ્રીનો સૌથી વિવાદીત ગોલ આવ્યો હતો. જેમાં, મેચની ચોથી જ મીનિટે ગોલ સ્કોર કરી ટીમને 1-0ની લીડ અપાવી હતી. આ ગોલ મારાડોનાએ હાથથી કર્યો હતો. જેને મેચ બાદ મારાડોનાએ હેન્ડ ઓફ ગોડ કિધો હતો. જ્યારે, બીજો ગોલ મારાડોનાએ કર્યો હતો, તે ઈતિહાસનો સૌથી ટોપ ગોલ હતો. જેમાં ડિએગોના ટીમમેટે તેને બોલ પાસ કર્યો હતો. ત્યારબાદ મારાડોના પાંચ ઈંગ્લીશ ખેલાડીઓને માત આપી ગોલ કિપરની બીટ કરી ગોલ કર્યો હતો. 11 ટચ અને 60 મીટર. આ સદીનો સૌથી યાદગાર ગોલ હતો. બાદમાં સેમી ફાઈનલમાં બેલજિયમ અને બાજમાં ફાઈનલમાં જર્મનીને હરાવીને આર્જન્ટીના વર્લ્ડ ચેમ્પિયન થયું હતું. મારાડોનાનો પડતીનો સમય- ફિલ્ડમાં ભલે મારાડોના તમામ સિદ્ધીઓ મેળવી રહ્યો હતો. પણ પોતાના ખાનગી જીવનમાં તે નિષ્ફળ હતો. કેમ કે તે ડ્રગ્સનો આદી થઈ ગયો હતો. ભલે મારાડોના નેપોલીનો હિરો હતો પણ ત્યાની પ્રેસ તેના વિશે કઈ પણ વિવાદીત લખવાનું ચુક્તી ન હતી. નેપોલીની મીડિયાએ મારાડોનાના ક્રિશટીયાના સિનાગ્રા સાથેના એકસ્ટ્રા મેરીસ્યલ અફેર વિશે લખવાનું શરૂ કર્યું જેનાથી તેની બદનામી થઈ. 1991માં મારાડોનાએ નેપોલી ક્લબને અલવિદા કહ્યું. ડ્રગ ડેસ્ટમાં ફેલ થવા બદલ મારાડોનાએ 15 મહિનાનો બેન પણ જોયો હતો. ત્યારબાદ તેણે સ્પેનિશ ક્લબ સેવિઆ જોઈન કર્યું હતું. જોકે, તેના માટે તે માત્ર 26 મેચ રમ્યો હતો અને તે પહેલાં જેવું રમવામાં નિષ્ફળ રહ્યો હતો. 1993માં સેવિઆને પણ મારાડોનાએ અલવિદા કહી દિધુ હતું. જ્યારે, તે 33 વર્ષનો હતો ત્યારે તે 1994ના વર્લ્ડ કપની ફાઈનલમાં રમ્યો હતો. પણ આ વખતે તેના સારા પર્ફોમન્સના બદલે તે ડ્રગ ટેસ્ટમાં ફેલ થવા બદલ ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ મારાડોનાના આંતરરાષ્ટ્રીય સ્તરે કરિયરનો એન્ડ આવ્યો હતો. મારાડોનાએ અર્જીન્ટીના માટે 91 મેચમાં 34 ગોલ સ્કોર કર્યા હતા. મારાડોનાનું અંતિમ ક્લબ હતું બોકા જૂનિયર્સ તે 1995થી 1997 સુધી બોકા જૂનિયર્સની ટીમમાં રમ્યો અને આખરે તેણે ફૂટબોલને અલવિદા કહ્યું. મારાડોનાની પાછોતરી જિંદગી- 2004 સુધી મારાડોના કોકેઈનનો આદી હતો. 2004માં મારાડોનાએ દારૂ અને ડ્રગ્સ બને છોડીને બાયપાસ સર્જરી કરાવી હતી. 2008માં તે અર્જન્ટીનાની નેશનલ ટીમનો કોચ બન્યો હતો. જોકે, 2010 વર્લ્ડ કપમાં જર્મની સામે મળેલી 4-0ની હાર બાદ મારાડોનાને કોચના પદેથી હટાવવામાં આવ્યો હતો. ત્યારે, ગત વર્ષે નવેમ્બરમાં ખરાબ તીબયતના કારણે મારાડોનાને બ્રેઈનમાં બ્લડ ક્લોટ થયું હતું. જેની સારવાર બાદ તે રિક્વર પણ થઈ રહ્યો હતો. જોકે, 25 નવેમ્બર 2020ના રોજ મારાડોનાને હાર્ટ અટેક આવ્યો હતો અને તેણે 60 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતું.