ઝી બ્યૂરો, અમદાવાદઃ સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) ફરી એક વાર વિવાદમાં આવ્યો છે. અર્જુન તેંડુલકરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં અર્જુન નેટ્સમાં જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યાં છે. અર્જુન IPL 2021માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયેલા છે. તેવામાં લોકોને આશા છે આ વખતે અર્જુન મેદાનમાં રમતા જોવા મળે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેદાનમાં અર્જુનનો જોરદાર અંદાજ:
અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્રેક્ટિસ કરતા નજરે પડ્યાં છે. અર્જુન સાઉથ આફ્રિકાના 6 ફૂટ 8 ઈંચ લાંબા 21 વર્ષના માર્કો જેનસન સાથે પ્રેક્ટિસ કરતા નજરે પડ્યાં. એટલુ જ નહીં પણ આ સત્રમાં તે સ્ટંપ્સ પર બોલ મારવાની સાથે સાથે યૉર્કર બોલ ફેંકવાની પણ પ્રેક્ટિસ કરી રહ્યાં છે. 

અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) જે પ્રકારે બૉલીંગ કરતા જોવા મળી રહ્યાં છે. તે ખુબ જ શાનદાર છે. તે સાઉથ આફ્રિકાના બૉલર કરતા વધુ સારી રીતે બૉલિંગ કરી રહ્યં છે. તેમના બધા બૉલ એક સરખી લેન્થમાં જઈ રહી હતી. એક પછી એક યૉર્કર નાખી તેઓએ સૌને હેરાન કરી નાખ્યા છે. અર્જુનની બધી જ યૉર્કર એકદમ નિશાના પર પડી હતી. જેને જોઈને એમ લાગી રહ્યું છે જાણે જસપ્રીત બુમરાહ કે લસિથ મલિંગા બૉલીંગ કરી રહ્યાં હોય.

 



IPLમાં ડેબ્યુ કરશે અર્જુન:
આ વખતે IPLમાં ઑક્શન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરને (Arjun Tendulkar) બેઝ પ્રાઈઝ પર ખરીદ્યા છે. પ્રથમ સત્રમાં રમવા ના મળ્યું, પરંતુ આ વખતે તે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યાં છે. એવુ લાગુ રહ્યું છે કે આ વર્ષે તે IPLમાં ડેબ્યુ કરતા જોવા મળશે. આપને જણાવી દઈએ કે IPL 2021માં મજબૂત બૉલીંગ હોવા છતાં મુંબઈ ઈન્ડિયન્સ ચોથા નંબર પર છે. 


IPL 2021માં મુંબઈ:
મુંબઈ ઈન્ડિયન્સે IPLના પ્રથમ સત્રમાં 7 મેચ રમી જેમાંથી 4 મેચમાં જીત હાંસલ કરી છે. એટલે મુંબઈ 8 અંકની સાથે પોઈન્ટ્સ ટેબર પર 4 નંબર પર છે.