પર્થઃ India vs Western Australia XI: ટી20 વિશ્વકપ  2022 (T20 World Cup 2022) પહેલા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ સોમવારે પર્થમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ પ્રથમ અભ્યાસ મેચ રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 13 રને જીત મેળવી હતી. જેમાં એક યુવા બોલરે તેની બોલિંગથી બધાના દિલ ખુશ કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ અભ્યાસ મેચમાં છવાયો યુવા બોલર
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 145 રન બનાવી શકી હતી. આ મેચમાં યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી. 


આ પણ વાંચોઃ T20 World Cup 2022 માં ધૂમ મચાવશે આ મોટી ઉંમરના ખેલાડીઓ, નહીં નડે ઉંમરનું બંધન


જસપ્રીત બુમરાહની કમી પૂરી કરશે
જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ટી20 વિશ્વ કપ રમવાનો નથી. તેવામાં બધાની નજર યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પર રહેવાની છે. અર્શદીતે છેલ્લા કેટલાક સમયથી પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યાં છે. અર્શદીપ અંતિમ ઓવરોમાં બુમરાહની જેમ યોર્કર બોલિંગ કરવા માટે જાણીતો છે. તો તે ડેથ ઓવર્સમાં ઓછા રન આપી વિકેટ પણ લઈ રહ્યો છે. 


વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને કર્યું ઢેર
અર્શદીપે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ 3 ઓવર બોલિંગ કરતા માત્ર 6 રન આપ્યા હતા. સાથે ત્રણ સફળતા પણ મેળવી હતી. ટી20 વિશ્વકપ 2022 પહેલા અર્શદીપની ઘાતક બોલિંગ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. અર્શદીપ સિવાય આ મેચમાં યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારે પણ બે-બે વિકેટ લીધી હતી. ટી20 વિશ્વકપ પહેલા ભારત હજુ એક મેચ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તથા અન્ય બે અભ્યાસ મેચ રમવાનું છે. આ મેચ દ્વારા રોહિત શર્મા પોતાની પ્લેઇંગ ઇલેવન નક્કી કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube