નવી દિલ્હી: કૃત્રિમ પગ હોવા છતા પણ મજબૂત ઇરાદાઓ સાથે દુનિયાના સોથી ઉંચા પર્વત ‘માઉન્ટ એવરેસ્ટ’ સર કરનાર અને વિશ્વમાં રોકોર્ડ બનાવનારી પર્વતારોહી અરૂણિમા સિન્હાની આ ઉપલબ્ધિવે હવે બ્રિટનમાં પણ સન્માન મળવા જઇ રહ્યું છે. ગ્લાસગોની એક યુનીવર્સિટીએ તેમને ડોક્ટરની ડિગ્રી આપી સન્માન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લાસગો સ્થિત યુનિવર્સિટી ઓફ સ્ટ્રેથક્લાઇડએ અરૂણિમાને ‘ડોક્ટર ઓફ યુનિવર્સિટી’નું પદ આપી સન્માનિત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમને આગામી 6 નવેમ્બરે આ સન્માન આપવામાં આવશે. અરૂણિમાએ તેમની આ ઉપલબ્ધિ વિશે માહિતી આપતા જાણાવ્યું કે, યુનિવર્સિટી ઓફ સ્ટ્રેથક્લાઇડના પ્રિન્સીપલ પ્રોફસર જિમ મૈકજોનલ્ડની કાર્યાલય તરફથી હાલમાં જ પત્ર મોકલીને આ પદ આપી તેમને સન્માનીત કરવાની જાણ કરવામાં આવી હતી. તેમણે આ પ્રસ્તાવ સ્વિકાર કરતા આ સન્માન માટે 6 નવેમ્બરની તારીખ આપી હતી. 


‘પદ્મશ્રી’થી સન્માનીત અરૂણિમાએ તેના જીવનમાં વધુ એક ઉપલબ્ધિ સર કરી હોય તેમ ખુશી વ્યક્ત કરી હતી. તેમનું માનવું છે, કે વિદેશમાં મળનારા આ સન્માનને કારણે વિદેશની ભૂમીમાં પણ તેમને ભારતનો ધ્વજ લહેરાવવાનો તક મળશે. જ્યારે દેશ- દુનિયામાં પણ લોકો તેમનાથી પરિચિત થશે. પરંતુ આ સ્નમાન તેમને એક અલગ ઓળખ આપશે.


વધુ વાંચો...11 વર્ષમાં પ્રથમ વખત રોનાલ્ડો અને લિયોનેલ મેસી વગર થશે એલ-ક્લાસિકો


‘બૉર્ન અગેન ઓપ ધ માઉન્ટેન’ પુસ્તકના લેખિકા અરણિમાએ કહ્યુ કે પર્વતારોહણના રૂપમમાં તેમણે કરેલા પ્રવાસોમાં ઘણુ બધુ સીખવા મળ્યું છે. તે ઇચ્છે છે, કે તેમની આ ઉપલબ્ધિનો ફાયદો દેશની સાથે સાથે આખી દુનિયાના યુવાઓને મળશે. મહત્વનું છે, કે વર્ષ 2011માં એક ઘટનામાં પોતાનો ડાબો પગ ગુમાવી દેનાર અરૂણિમાએ 21 માર્ચ 2013માં એવરેસ્ટ પર પહોચીંને દુનિયાનો ચોકાવી દીધી હતી. એપ્રીલ 2011માં દિલ્હી જઇ રહેલી એક ટ્રેનમાં લૂંટનો વિરોધ કરવા પર લૂંટારાઓએ તેમને ચાલતી કારમાંથી બહાર ફેકી દીધી હતી, બાજુના ટ્રેક પર આવેલી ટ્રેન સાથે અથડાતા તેમણે ડાબો પગ ગુમાવ્યો પડ્યો હતો.