નવી દિલ્હીઃ ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના તેની પત્ની આયશા મુખર્જીની સાથે છુટાછેડા થઈ ગયા છે. આયશાએ તેની જાણકારી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. 2012માં ધવન અને આયશાએ લગ્ન કર્યા હતા અને 2014માં આ કપલે પુત્રને જન્મ આપ્યો હતો. લગ્નના 9 વર્ષ બાદ છુટાછેડાનો નિર્ણય ખુબ ચોંકાવનારો છે. 


આયશાએ છુટાછેડા વિશે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'એક વાર છુટાછેડા થઈ ચુક્યા છે અને લાગી રહ્યું હતું કે બીજીવાર ઘણું દાવ પર હતું. મારે ઘણું સાબિત કરવાનું હતું. તેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટ્યા તો ખુબ ડરાવતું હતું. મેં વિચાર્યું હતું કે છુટાછેડા ખરાબ શબ્દ છે પરંતુ મારા બીજીવાર છુટાછેડા થઈ ગયા. રસપ્રદ વાત છે કે શબ્દોના કેટલો શક્તિશાળી મતલબ અને સંબંધ હોઈ શકે છે. મેં ડિવોર્સીના રૂપમાં ખુદથી આ અનુભવ્યું. પ્રથમવાર જ્યારે મારા છુટાછેડા થયા હતા તો હું ખુબ ડરેલી હતી. મને લાગ્યું કે મેં બધાને નીચા દેખાડ્યા અને સ્વાર્થી જેવું પણ લાગ્યું. મને લાગ્યું કે હું મારા માતા-પિતાને નિરાશ કરી રહી છું. મને લાગ્યું કે હું મારા બાળકોને નીચા દેખાડી રહી છું અને કેટલીક હદ સુધી મને લાગ્યું કે, મેં ભગવાનનું પણ અપમાન કર્યુ છે. છુટાછેડા ખુબ ગંદો શબ્દ હતો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube