બર્મિંઘમઃ વિશ્વ કપમાં જીત બાદ ઈંગ્લેન્ડ ગુરૂવારથી અહીં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થઈ રહેલી એશિઝ ટેસ્ટ સિરીઝ પણ જીતીને ઘરેલૂ સત્રનો અંત બેવડી સફળતાની સાથે કરવા ઈચ્છશે. વિશ્વ કપ જો 50 ઓવર ફોર્મેટની સર્વોચ્ચ સ્પર્ધા છે તો ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ માટે એશિઝ સિરીઝથી વધુ બીજુ કંઇ નથી. છેલ્લા ઘણા વર્ષોમાં તે ઈંગ્લેન્ડ માટે સૌથી મહત્વપૂર્ણ ઘરેલૂ સિઝન છે અને તેણે તેની શરૂઆત પ્રથમવાર વિશ્વ કપ જીતીને કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપ જીતથી ઈંગ્લેન્ડમાં ક્રિકેટ સમર્થકોની સંખ્યામાં વધારો થયો છે અને એશિઝમાં જીત આ નવા સમર્થકોને જોડી રાખવામાં મહત્વપૂર્ણ હશે. બીજીતરફ ટિમ પેનના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા એશિઝ સિરીઝ જીતીને આફ્રિકામાં પાછલા વર્ષે બોલ ટેમ્પરિંગ પ્રકરણને પાછળ છોડવાનો પ્રયત્ન કરશે, જેના કારણે પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોફ્ટે પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. 


એજબેસ્ટનમાં આ ત્રણેય બેટ્સમેન રમશે તેવી આશા છે. બેનક્રોફ્ટે તે પ્રકારની હુટિંગનો સામનો કરવો પડી શકે છે, જેમ વિશ્વ કપ દરમિયાન વોર્નર અને સ્મિથે કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 19 વર્ષથી ઈંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે અને તેના બેટ્સમેનોએ ફાસ્ટ બોલરોને અનુકૂળ પિચ પર ડ્યૂક બોલનો સામનો કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. 


ઓસ્ટ્રેલિયાની ટીમ તેમ છતાં પ્રથમ ટેસ્ટમાં કોઈપણ પ્રથમ શ્રેમીની મેચ રમ્યા વિના ઉતરશે. બેનક્રોફ્ટ જેવા ખેલાડીઓને સ્થાનિક સ્થિતિનો અનુભવ છે, જે કાઉન્ટી ટીમ ડરહમની આગેવાની કરે છે. વિશ્વ કપના સ્ટાર ખેલાડીઓની હાજરી વાળી ઈંગ્લેન્ડની ટીમને પાછલા સપ્તાહે આયર્લેન્ડે લોર્ડ્સ પર એકમાત્ર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર 85 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું, જેથી ટીમના ટોપ ક્રમની નબળાઈ ઉજાગર થાય છે. પરંતુ ઈંગ્લેન્ડ આયર્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું હતું. 


ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની ફરી ત્રીજા ક્રમ પર બેટિંગ કરવાની યોજના છે, જેથી સરેના રોરી બર્ન્સ અને જેસન રોયની નવી ઓપનિંગ જોડીવાળી ટોપ ક્રમને મજબૂતી મળે. ઓસ્ટ્રેલિયાને ફાસ્ટ બોલર જેમ્સ પેટિનસન અને પેટ કમિન્સની હાજરીમાં પોતાના બોલિંગ આક્રમણ પાસે ઘણી આશા છે. 


ઈંગ્લેન્ડના બોલિંગ આક્રમણની કમાન એકવાર ફરી જેમ્સ એન્ડરસનના હાથમાં હશે, જે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો નથી. ટીમને આ સિવાય બીજીવાર વાઇસ કેપ્ટન પદ હાસિલ કરનાર બેન સ્ટોક્સ પાસે પણ પ્રભાવી પ્રદર્શનની આશા હશે.