નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝની 5મી ટેસ્ટ લંડનના ઓવલ મેદાન પર રમાઇ રહી છે. ડેવિડ વોર્નરનું નસીબ એકવાર ફરી ખરાબ રહ્યું અને તે આ મેચની પ્રથમ ઈનિંગમાં માત્ર 5 રન બનાવીને જોફ્રા આર્ચરના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. બીજીતરફ સ્ટીવ સ્મિથના બેટથી ફરી એકવાર વરસાદ થયો હતો. તે 145 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 80 રન બનાવી આઉટ થયો હતો. આ સતત 10મી વખત છે, જ્યારે તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં અડધી સદી ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસપ્રદ વાત છે કે એશિઝ સિરીઝની તમામ મેચ રમીને જ્યાં ડેવિડ વોર્નરે 9 ઈનિંગમાં કુલ 84 રન બનાવ્યા છે તો સ્મિથે અત્યાર સુધી માત્ર 6 ઈનિંગમાં 751 રન બનાવી લીધા છે. આ દરમિયાન તેણે 88 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા છે. જોવામાં આવે તો ડેવિડ વોર્નરના કુલ રનોની સંખ્યાથી વધુ સ્મિથે ચોગ્ગા ફટકાર્યા છે. 


આવી રહી સ્મિથની 10 ઈનિંગ
સતત 10 ઈનિંગની વાત કરીએ તો તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 236, 76, 102*, 83, 144, 142, 92, 211, 82 અને 80 રન બનાવ્યા છે.

પંત જેવા યુવા યોગ્ય, પરંતુ ધોની હંમેશા ટીમ માટે મહત્વપૂર્ણ રહેશેઃ કોહલી 


ઇંઝમામનો રેકોર્ડ તૂટ્યો
સ્મિથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં સતત 10મી વખત 50નો આંકડો પાર કર્યો છે. સ્મિથે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ-ઉલ-હકનો રેકોર્ડ તોડ્યો, જેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત 9 ઈનિંગમાં 50+નો સ્કોર બનાવ્યો હતો. સ્મિથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2017-2019 વચ્ચે રમાયેલી 10 ટેસ્ટ ઈનિંગમાં પાંચ સદી (2 બેવડી સદી) સિવાય 5 અડધી સદી ફટકારી છે. 


વોર્નરની છેલ્લી 9 ઈનિંગ
બીજીતરફ ડેવિડ વોર્નરની વાત કરીએ તો હાલની એશિઝ સિરીઝમાં માત્ર એકવાર બે આંકડાનો સ્કોર પાર કરી શક્યો છે. તેણે 5 ટેસ્ટની 9 ઈનિંગમાં ક્રમશઃ 2, 8, 3, 5, 61, 0, 0, 0 અને 5 રન બનાવ્યા છે.