પંત જેવા યુવા યોગ્ય, પરંતુ ધોની હંમેશા ટીમ માટે મહત્વપૂર્ણ રહેશેઃ કોહલી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે કહ્યું કે, એમએસ ધોનીએ હંમેશા ભારતીય ક્રિકેટના હિતોને મગજમાં રાખ્યા છે અને જ્યાં સુધી તેના આંતરરાષ્ટ્રીય ભવિષ્યનો સંબંધ છે તો ટીમ મેનેજમેન્ટ અને તેનો અભિપ્રાય સમાન છે. 

પંત જેવા યુવા યોગ્ય, પરંતુ ધોની હંમેશા ટીમ માટે મહત્વપૂર્ણ રહેશેઃ કોહલી

ધર્મશાળાઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે કહ્યું કે, એમએસ ધોની હંમેશા ભારતીય ક્રિકેટના હિતને મગજમાં રાખ્યું છે અને જ્યાં સુધી તેના આંતરરાષ્ટ્રીય ભવિષ્યનો સંબંધ છે તો ટીમ મેનેજમેન્ટ અને તેનો અભિપ્રાય સમાન જ છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝની પૂર્વ સંધ્યા પર કોહલીએ સ્વીકાર્યું કે, 38 વર્ષીય ધોની જ્યાં સુધી રમવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ટીમ માટે 'મહત્વપૂર્ણ' બન્યો રહેશે, ભલે ટીમ મેનેજમેન્ટ રિષભ પંત જેવા યુવાઓને તૈયાર કરતું રહે. 

કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે મહાન ખેલાડી આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા વિશ્વ ટી20ની યોજનાઓમાં સામેલ છે તો તેણે કહ્યું, (ધોની) તેના વિશે એક શાનદાર વસ્તુ છે કે તે હંમેશા ભારતીય ક્રિકેટ ટીમ વિશે વિચારે છે. અને અમે (ટીમ મેનેજમેન્ટ) જે પણ વિચારીએ, તેનો અભિપ્રાય એજ રહે છે. અમારા વચ્ચે સહમતી રહે છે. તે યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેને તક આપવા વિશે વિચારે છે અને અમે પણ આવું જ વિચારીએ છીએ. 

ક્ષમતા પર ન ઉઠવા જોઈએ સવાલ
ધોનીએ ક્રિકેટમાથી બે મહિનાનો બ્રેક લીધો છે અને તે રવિવારથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં નથી. કોહલીએ ધોનીની આલોચકોને ખોટા સાબિત કરવાની ક્ષણતા વિશે જણાવતા કહ્યું, 'જુઓ, તમને આ પસંદ હોય કે ન હોય, અનુભવ હંમેશા મહત્વ ધરાવે છે. મારો અર્થ છે કે આવુ ઘણીવારથયું છે કે લોકોએ ખેલાડીઓ પાસે આશા બંધ કરી દીધી હોય અને તે ખેલાડીઓએ લોકોને ખોટા સાબિત કર્યાં છે.'

ધોની હજુ પણ ટીમ માટે મહત્વનો
સાથે તેણે કહ્યું, તેણે 'ધોની'એ પણ પોતાના કરિયરમાં ઘણીવાર આમ કર્યું છે. જ્યાં સુધી તે ઉપલબ્ધ છે અને રમે છે, તે અમારા માટે ખુબ મહત્વનો હશે. તેણે કહ્યું, 'જ્યારે તમે રમવાનું બંધ કરો છો તો તે વ્યક્તિગત વસ્તુ હોય છે અને કોઈએ પોતાનો અભિપ્રાય ન રાખવો જોઈે, મને આમ લાગે છે.'

ચહલ અને કુલદીપ પર આ બોલ્યો કેપ્ટન
કોહલીએ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને ટી20થી બહાર કરવાને પણ યોગ્ય ગણાવ્યું, કારણ કે બેટથી તેની નબળાઇને કારણે તેણે કેટલાક અન્ય વિકલ્પ અજમાવવા પડ્યા. કેપ્ટને કહ્યું, 'જે ખેલાડીઓએ ડોમેસ્ટિક ફોર્મેટ, ટી20 ફોર્મેટ અને આઈપીએલમાં સારૂ કર્યું છે, તેને તક આપવાનું આ એક કારણ છે. તેથી મને લાગે છે કે આ એક સંયોજન પર અડગ રહેવાની નહીં પરંતુ સારુ સંતુલન શોધવાની વાત છે. જો વિશ્વની અન્ય ટીમો 9મા, 10મા ક્રમ પર બેટિંગ કરી રહી છે તો અમે કેમ નહીં.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news