Asia Cup 2018: બાંગલાદેશે જીતની સાથે બનાવી સુપર-4માં જગ્યા
બાંગ્લાદેશે એશિયા કપ-2018માં પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવી મોટી જીત હાંસલ કરી છે. તેમણે શનિવારે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 137 રનથી જીત્યા છે. આ એશિયા કપમાં તેમની સૌથી મોટી જીત છે.
દુબઇ: બાંગ્લાદેશે એશિયા કપ-2018માં પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવી મોટી જીત હાંસલ કરી છે. તેમણે શનિવારે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 137 રનથી જીત્યા છે. આ એશિયા કપમાં તેમની સૌથી મોટી જીત છે. આ પહેલા તેમની સૌથી મોટી જીત હોન્ગકોન્ગની સામે હતી. તેમણે 2004માં હોન્ગકોન્ગને 116 રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશની ટીમ આ જીતની સાથે ટૂર્નામેન્ટના સુપર-4માં પહોંચી ગઇ છે.
શ્રીલંકાની ટીમ માત્ર 35.2 ઓવર સુધી જ બેટિંગ કરી શકી
બાંગ્લાદેશની ટીમે મેચમાં 261 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ તેના જવાબમાં 124 રન બનાવી શકી હતી. શ્રીલંકાની ટીમ માત્ર 35.2 ઓવર સુધી જ બેટિંગ કરી શકી હતી. તેમની તરફથી દિલરૂવાન પરેરાએ સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. તે ઉપરાંત ઓપનર ઉપુલ થરંગા (27) અને સુરંગા લકમલ (20) પણ 20ની રનસંખ્યાને અડી શક્યા હતા. બાંગ્લાદેશની તરફથી વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે 144 રનની ઇંગિસ રમ્યા હતા. અને તેમને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા.
મલિંગાએ શ્રીલંકાને આપી ડ્રિમ શરૂઆત
બાંગ્લાદેશની શનિવારે ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરી હતી. શ્રીલંકાના લસિથ મલિંગાએ આ પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપી પાડી હતી. ત્યારબાદ મુશફિકુર રહિમ અને મોહમ્મદ મિથુને 132 રનની ભાગીદારી કરી હતી. આ જોડી મોહમ્મદ મિથુનના આઉટ થવા પર તૂટી હતી. પોતાની ચોથી વનડે રમી રહેલા મિથુને કરિયરની પહેલી અર્ધસદી મારી હતી. તે 63 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.
માત્ર બે બાંગ્લાદેશના ખેલાડી 20ની રનસંખ્યા પરા કરી શક્યા
બાંગ્લાદેશની તરફથી માત્ર બે બેટ્સમેન મુશફિકુર રહીમ અને મોહમ્મદ મિથુન જ 20ની રનસંખ્યા પરા કરી શક્યા હતા. ટીમની ત્રીજો હાઇએસ્ટ સ્કોર મેહદી હસ રહ્યો અને તેણે 15 રન બનાવ્યા હતા.
મલિંગા 4 વિકેટ સાથે પાછો ફર્યો
શ્રીલંકાના લસિથ મલિંગાએ મેચમાં 4 વિકેટ લીધી હતી. મલિંગા એક વર્ષ પછી વનડે ક્રિકેટમાં પાછો ફર્યો છે. આ પહેલા તનું શરિર બોલિંગમાં સાથ નથી આપી રહ્યું કહીંને ક્રિકેટથી દુર જતો રહ્યો હતો. શ્રીલંકાના બીજા સફળ બોલર ધનંજય જિસિલ્વા રહ્યો અને તેણે બે વિકેટ લીધી હતી.