Asia Cup 2022: એશિયા કપ-2022 માટે BCCI નો ખાસ પ્લાન, ટીમમાં આ દિગ્ગજ ખેલાડીઓને થશે વાપસી
Asia Cup 2022: એશિયા કપ 2022 માટે સોમવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. ટી20 વિશ્વકપની તૈયારીના ભાગ રૂપે ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓની વાપસી થવાની છે.
નવી દિલ્હીઃ એશિયા કપ 2022 (Asia Cup 2022) નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. એશિયા કપ 2022ની શરૂઆત 27 ઓગસ્ટથી થશે. આ મોટી ટૂર્નામેન્ટ માટે જલદી ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સિરીઝ પૂર્ણ થયા બાદ ટીમની પસંદગી કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં ટીમના દિગ્ગજ ખેલાડીની વાપસી થવી નક્કી છે. આ ખેલાડી સૌથી મોટો મેચ વિનર માનવામાં આવે છે.
આ ખેલાડીઓની ટીમમાં થશે વાપસી
રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ (BCCI) સોમવારે ટીમની જાહેરાત કરી શકે છે. એશિયા કપ માટે ટીમ જાહેર કરવાની છેલ્લી તારીખ 8 ઓગસ્ટ છે. ઇનસાઇડસ્પોર્ટના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ સોમવારે ટીમની જાહેરાત કરશે. એશિયા કપ 2022 માટે ટીમમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની વાપસી નક્કી છે. જે બંને ખેલાડી હાર બહાર છે. વિરાટ બ્રેક પર છે તો રાહુલ ઈજાગ્રસ્ત હતો.
બીસીસીઆઈના અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટને જણાવ્યું કે પસંદગીકારો વર્ચ્યુઅલ મીટિંગ માધ્યમથી ટીમની પસંદગી કરી રહ્યાં છે. પરંતુ તે આ વખતે મળશે અને એશિયા કપ માટે ટીમની પસંદગી કરશે. અમને વિશ્વાસ છે કે કેએલ રાહુલ આયોજજન પહેલા ફિટ થઈ જશે. ટીમને પોતાના શાનદાર ખેલાડીઓની જરૂર છે. ઇનસાઇડસ્પોર્ટના રિપોર્ટ પ્રમાણે રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ વર્ચ્યુઅલી જોડાશે.
આ પણ વાંચોઃ કોમનવેલ્થ ગેમ્સ: તેજસ્વીન શંકરે રચ્યો ઈતિહાસ, મેડલ ટેલીમાં કયા ક્રમે છે ભારત તે જાણો
6 ટીમો વચ્ચે રમાશે આ ટૂર્નામેન્ટ
આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લેવાની છે. ભારત અને પાકિસ્તાન સિવાય બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમ ભાગ લેશે, તો એક ટીમ ક્વોલિફાયર દ્વારા એશિયા કપમાં એન્ટ્રી કરશે. છ ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. એ ગ્રુપમાં ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન અને ક્વોલિફાયર છે. તો ગ્રુપ બીમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ છે. આ ટૂર્નામેન્ટ દુબઈ અને શારજાહમાં રમાશે. જેની યજમાની શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પાસે છે.
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ
ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન વિરુદ્ધ રમશે, તો બીજી મેચ 31 ઓગસ્ટે ક્વોલિફાયર સામે રમશે. ત્યારબાદ સુપર 4ના મુકાબલા શરૂ થશે. 16 દિવસમાં ફાઇનલ સહિત કુલ 13 મેચ રમાવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube