Asia Cup 2022: ટીમ ઈન્ડિયા માટે એશિયા કપ 2022 કોઈ ખરાબ સપનાની જેમ પસાર થઈ રહ્યો છે. સુપર 4માં ટીમ ઈન્ડિયાએ સતત બીજીવાર હારનો સામનો કરવો પડ્યો. પહેલા પાકિસ્તાન સામે ભારત હાર્યું અને ત્યારબાદ શ્રીલંકાએ પણ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી. આ હાર સાથે ભારતીય ટીમ એશિયા કપથી લગભગ બહાર થઈ ચૂકી છે. પરંતુ સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયા પાસે હજુ પણ કોઈ એવો ચાન્સ છે જેનાથી તેઓ ફાઈનલની રેસમાં રહે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયા પાસે છે આ એક તક
ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ પોતાની છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે એક મોટા અંતરથી જીતવી પડશે. એટલું જ નહીં પોતાની આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ એ દુઆ પણ કરવી પડશે કે બીજી ટીમો પોતાની મેચ હારે. જેમ કે આજે અફઘાનિસ્તાન જો પાકિસ્તાનને હરાવે તો ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં રહેશે. જો પાકિસ્તાન જીત્યું તો ભારતનું બહાર થવું નક્કી છે. હવે આવામાં આજની મેચ પર ઘણું બધુ નિર્ભર છે. 


શ્રીલંકા પણ પાકિસ્તાન સામે જીતે
ભારતની મુસીબત આટલેથી અટકતી નથી. અફઘાનિસ્તાન સામે જો પાકિસ્તાન હારે તો ટીમ ઈન્ડિયાએ વળી પાછું એક મેચની રાહ જોવી પડશે. આ મેચ હશે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે. જો શ્રીલંકા આ મેચ જીતી જાય તો તે સતત 3 જીત સાથે ફાઈનલમાં પહોંચી જશે. ત્યારબાદ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતની 1-1-1 જીત હશે.  પછી ફાઈનલમાં કઈ ટીમ પહોંચશે તેનો નિર્ણય રન રેટના આધારે કરવામાં આવશે. 


Suresh Raina એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી


ટીમ ઈન્ડિયાની શરમજનક હાર
હાલ ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022થી લગભગ બહાર થવાના કગારે ઊભી છે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં  બંને મુકાબલા જીત્યા હતા. પરંતુ સુપર 4માં તે સંપૂર્ણ નિષ્ફળ રહી. એશિયા કપ 2022ની સુપર-4માં ટીમ ઈન્ડિયાએ સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. પહેલા પાકિસ્તાને ભારતીય ટીમને 5 વિકેટથી હરાવ્યું. ત્યારબાદ શ્રીલંકાએ પણ ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવીને મુશ્કેલીઓ ઊભી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube