Suresh Raina એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

Suresh Raina: દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરતા ચાહકો ઘેરા આઘાતમાં ડૂબ્યા છે. સુરેશ રૈનાએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી. રૈનાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ, વનડે ક્રિકેટ અને ટી20માંથી નિવૃત્તિ લીધાની જાહેરાત કરી છે. 

Suresh Raina એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

Suresh Raina: દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરતા ચાહકો ઘેરા આઘાતમાં ડૂબ્યા છે. સુરેશ રૈનાએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી. રૈનાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ, વનડે ક્રિકેટ અને ટી20માંથી નિવૃત્તિ લીધાની જાહેરાત કરી છે. 

આ અગાઉ સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. પરંતુ તેઓ ઉત્તર પ્રદેશ માટે ઘરેલુ ક્રિકેટ રમતા હતા. આ સાથે જ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) પણ રમતા હતા. જો કે ગત આઈપીએલ સીઝન 2022માં તેઓને કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યા નહતા. 

— Suresh Raina🇮🇳 (@ImRaina) September 6, 2022

35 વર્ષના સુરેશ રૈનાએ આજે ટ્વીટ કરીને લખ્યું કે 'દેશ અને ઉત્તર પ્રદેશ રાજ્ય માટે ક્રિકેટ રમવું મારા માટે ગર્વની વાત છે. હું હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. આ સાથે જ બીસીસીઆઈ, યુપી ક્રિકેટ એસોસિએશન, આઈપીએલ ટીમ સીએસકે અને રાજીવ શુક્લાનો આભાર માનું છું. મને સપોર્ટ કરવા બદલ મારા ફેન્સનો પણ આભાર'. 

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ રમી શકે છે રૈના
રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે સુરેશ રૈના હવે વિદેશી લીગમાં રમતા જોવા મળી શકે છે. તેમણે યુપી ક્રિકેટ એસોસિએશનમાંથી એનઓસી લઈ લીધી છે. આ અગાઉ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પણ વિદેશ લીગમાં રમ્યા છે. આ સાથે જ કહેવાઈ રહ્યું છે કે સુરેશ રૈના આ વર્ષે થનારી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં પણ રમતા જોવા મળી શકે છે. 

ગાઝિયાબાદમાં પ્રેક્ટિસ કરે છે રૈના
સુરેશ રૈના છેલ્લા એક અઠવાડિયાથી ગાઝિયાબાદના આરપીએલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની તૈયારીમાં લાગ્યા છે. આ સિરીઝ આ વર્ષે 10 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. જો કે રૈના  પ્રેક્ટિસ દરમિયાન અનેકવાર આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીમાં પણ જોવા મળ્યા છે. 

આંતરરાષ્ટ્રીય કરિયર
સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રૈનાએ 18 ટેસ્ટ મેચમાં એક સદીની મદદથી 768 રન બનાવ્યા. મધ્યમક્રમના આ બેટરે ટીમ ઈન્ડિયા માટે 226 વનડે ઈન્ટરનેશનલ મેચોમાં ભાગ લીધો. આ દરમિયાન રૈનાએ 5615 રન બનાવ્યા. જેમાં પાંચ સદી સામેલ રહી. 78 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં રેનાના નામ પર 1605 રન નોંધાયેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news