Asia Cup 2023: આ ટીમ એશિયા કપની ફાઈનલની રેસમાંથી બહાર, હવે પાકિસ્તાનને પણ ખતરો!
Asia Cup 2023 Final: વિસ્ફોટક ઓપનર રોહિત શર્માની (Rohit Sharma) કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ મંગળવારે રાત્રે રમાયેલી સુપર-4 રાઉન્ડની મેચમાં શ્રીલંકાને 41 રનથી હરાવ્યું છે. દરમિયાન, એક ટીમ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી સંપૂર્ણપણે બહાર છે.
Asia Cup 2023 Final Race: ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ-2023ની (Asia Cup-2023)ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વિસ્ફોટક ઓપનર રોહિત શર્માની (Rohit Sharma) કપ્તાનીવાળી ટીમે મંગળવારે રાત્રે રમાયેલી સુપર-4 રાઉન્ડની મેચમાં શ્રીલંકાને 41 રનથી હરાવી હતી.
ભારત 11મી વખત એશિયા કપની ફાઇનલમાં
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી સુપર-4 રાઉન્ડની મેચમાં ભારતે શ્રીલંકાને 41 રને હરાવ્યું. રોહિત શર્માની કપ્તાનીમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાને આ રીતે 11મી વખત એશિયા કપની ફાઈનલની ટિકિટ મળી છે. હવે એશિયા કપ-2023ના ખિતાબ માટે ભારતનો મુકાબલો પાકિસ્તાન અથવા શ્રીલંકામાંથી એક થઈ શકે છે. આ ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયાની નજર એશિયા કપની આઠમી ટ્રોફી પર છે.
આ ટીમ સંપૂર્ણપણે રેસમાંથી બહાર છે
આ દરમિયાન બાંગ્લાદેશી ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી સંપૂર્ણપણે બહાર છે. બાંગ્લાદેશ હજુ સુધી સુપર-4 રાઉન્ડમાં જીતનું ખાતું ખોલી શક્યું નથી. તેણે 2 મેચ રમી છે. શાકિબ અલ હસનની કપ્તાનીવાળી ટીમને પહેલા પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશે હાર આપી હતી. હવે 15 સપ્ટેમ્બરે ભારત બાંગ્લાદેશ સામે પણ ટકરાશે. ભારતીય ખેલાડીઓ જે પ્રકારે ફોર્મમાં છે તે જોતા એવું લાગતું નથી કે બાંગ્લાદેશની જીતની કોઈ તક છે.
પાકિસ્તાન પણ ખતરામાં છે
આ દરમિયાન બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાનની ટીમ પણ બહાર થવાનો ખતરો છે. ગુરુવારે 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે સુપર-4 મેચ રમાવાની છે. આ મેચ જીતનારી ટીમ 17 સપ્ટેમ્બરે ભારત સામે એશિયા કપ 2023ની ફાઈનલ રમશે. ભારતે તેની છેલ્લી મેચમાં બંને ટીમોને હરાવી છે. જો શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને હરાવશે તો તેને ફાઈનલની સીધી ટિકિટ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube