નવી દિલ્હીઃ એશિયા કપ 2023નો પ્રારંભ 31 ઓગસ્ટથી થવાનો છે. એટલે કે આ ટૂર્નામેન્ટ માટે વધુ સમય બાકી નથી. ઘણા ક્રિકેટ ફેન્સ આ ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યાં છે, કારણ કે આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે. બંને ટીમને એક ગ્રુપમાં રાખવામાં આવી છે. પરંતુ હજુ સુધી ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થયો નથી. આ વચ્ચે માહિતી સામે આવી છે કે દરેક ટીમોને ડ્રાફ્ટ શેડ્યૂલ મોકલી દેવામાં આવ્યું છે. તે પ્રમાણે ભારત અને પાકિસ્તાનની ટક્કર 3 સપ્ટેમ્બરે થઈ શકે છે. એશિયા કપ 31 ઓગસ્ટે શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે ફાઈનલ રમાશે. આ ટૂર્નામેન્ટમાં છ ટીમ ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇનસાઇડ સ્પોર્ટ્સ સાથે વાત કરતા બીસીસીઆઈને એક અધિકારીએ જણાવ્યું કે અંતિમ સમયમાં કેટલાક ફેરફારને લઈને ચર્ચા ચાલી રહી છે. પ્રારંભિક શેડ્યૂલ દરેક બોર્ડને મોકલી દેવામાં આવ્યું છે. આ સપ્તાહના અંત સુધી કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે ચોમાસાને કારણે કોલંબોમાં મેચ યોજવાને લઈને સમસ્યા છે. ભારત અને પાકિસ્તાનની મેચ માટે આ વેન્યૂ યોગ્ય હતું, પરંતુ અહીં વરસાદ વિલન બની શકે છે. જાણકારી અનુસાર ભારત અને પાકિસ્તાનની મેચ દાંબુલામાં રમાઈ શકે છે. 


આ પણ વાંચોઃ IND-PAK:વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ જીતશે કે હારશે? લીક થયો ફિક્સિંગ પ્લાન!


2 દેશોમાં રમાશે ટૂર્નામેન્ટ
એશિયા કપની નવી સીઝનના આયોજનની જવાબદારી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મળેલી છે. પરંતુ ભારતે પાકિસ્તાન પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. તેણે ટૂર્નામેન્ટને ન્યૂટ્રલ વેન્યૂ પર કરાવવાની માંગ કરી હતી. પરંતુ પીસીબીએ તેને નકારી દીદી હતી. તેણે કહ્યું કે ટૂર્નામેન્ટ પાકિસ્તાનથી શિફ્ટ કરવામાં આવે તો તે રમશે નહીં. તેના કારણે એશિયા કપનું આયોજન બે દેશોમાં કરવામાં આવી રહ્યું છે. શરૂઆતી ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટીમ ઈન્ડિયા પોતાની દરેક મેચ શ્રીલંકામાં રમશે, ફાઈનલનું આયોજન પણ ત્યાં થશે. 


ટૂર્નામેન્ટની વાત કરીએ તો તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો ઉતરી રહી છે. 6 ટીમોને 2 ગ્રુપમાં રાખવામાં આવશે. ગ્રુર રાઉન્ડ બાદ ગ્રુપની ટોપ-2 ટીમો વચ્ચે સુપર-4 રમાશે. અહીં દરેક ટીમ ત્રણ-ત્રણ મેચ રમશે. ત્યારબાદ ગ્રુપની ટોપની બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર વનડે વિશ્વકપની તૈયારી માટે આ ટૂર્નામેન્ટ ખુબ મહત્વની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube