નવી દિલ્હીઃ Asia Cup 2023: એશિયા કપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાન યજમાન પદે યથાવત રહી શકે છે અને ભારતને તેની મેચ યૂએઈમાં રમવાની રજૂઆત કરી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોએ આ જાણકારી આપી છે. આવી સ્થિતિમાં ભારતના ફાઇનલમાં પહોંચવા પર ફાઇનલ પણ યૂએઈમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PCB એ શું કહ્યું?  
એશિયન ક્રિકેટ પરિષદની બહરીનમાં ચાર ફેબ્રુઆરીએ બેઠક યોજાઈ હતી. આ પહેલા એસીસીએ પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો જેમાં પાકિસ્તાન ટૂર્નામેન્ટનું યજમાન છે તેનો ઉલ્લેખ કર્યો નહીં. મીડિયા વાતચીતમાં પીસીબી પ્રમુખ નઝમ સેઠીએ કહ્યુ કે આગામી મહિને આઈસીસીની બેઠકમાં અલગથી આ મુદ્દે વાતચીત થશે કારણ કે તેનો ઉલેક આવ્યો નથી. 


આ પણ વાંચો- હોટનેસમાં આ મહિલા ક્રિકેટરોનો કોઈ મુકાબલો નથી ! બોલિવૂડ સુંદરીઓને પણ આપે છે માત


તેમણે કહ્યું કે, ACCની બેઠકમાં શું થયું તેના પર મારે શું કહેવું. કોઈ ઉકેલ મળ્યો નથી. જો કે, વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે એવી સંભાવના છે કે પાકિસ્તાન ટુર્નામેન્ટનું આયોજન ચાલુ રાખશે પરંતુ કેટલીક મેચ યુએઈમાં યોજાશે અને ભારત તેની તમામ મેચો ત્યાં રમશે. જ્યારે ભારત ફાઇનલમાં પહોંચશે ત્યારે ફાઇનલ પણ ત્યાં જ હશે. એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાવાનો છે પરંતુ BCCIના સેક્રેટરી અને ACC ચીફ જય શાહે ગયા વર્ષે ઓક્ટોબરમાં કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.


આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પસંદગીકાર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ભારતીય ટીમના પાકિસ્તાન ન જવાના નિર્ણય પર નિવેદન આપ્યું છે. આફ્રિદીએ કહ્યુ- જો કોઈ પોતાના પદ પર ઉભું ન થઈ શકે તો આ પ્રકારના નિર્ણય લેવા સરળ હોતા નથી. તેણે ઘણી વસ્તુ જોવી પડશે. ભારત જો આ પ્રકારનું વલણ અપનાવી રહ્યું છે તો તેણે ખુદને મજબૂત બનાવી લીધુ છે, તેથી તે આ પ્રકારની વાત કરી રહ્યું છે. બાકી તેનામાં સાહસ ન હોય. અંતમાં આ ખુદને મજબૂત બનાવવા અને પછી નિર્ણય લેવાનો છે. 


આ પણ વાંચોઃ નાની ઉંમરે માતા ગુમાવ્યા, પિતા પાસેથી શીખ્યો ક્રિકેટનો 'કક્કો', જાણો પુજારાની કહાની


તેણે કહ્યું- મને ખ્યાલ નથી કે શું ભારત એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે? શું અમે ભારતમાં વનડે વિશ્વકપનો બહિષ્કાર કરીશું? પરંતુ અમારે કોઈને કોઈ મુદ્દે એક સ્ટેન્ડ લેવાની જરૂર છે. આ મામલામાં આઈસીસીની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે, તેણે આગળ આવવું જોઈએ, પરંતુ હું તે કહીશ કે આઈસીસી પણ બીસીસીઆઈની સામે કંઈ નહીં કરી શકે, તો તે ખોટું નથી. 


15 વર્ષથી પાકિસ્તાનના પ્રવાસે નથી ગઈ ટીમ ઈન્ડિયા
પાકિસ્તાન અને ભારત દ્વિપક્ષીય ક્રિકેટ રમતા નથી અને બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને કારણે 2013થી માત્ર વૈશ્વિક ટૂર્નામેન્ટ કે એશિયા કપના આયોજનોમાં મળે છે. ભારતે છેલ્લે વર્ષ 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, જ્યારે પાકિસ્તાનની ટીમ છેલ્લે 2016માં ભારતમાં ટી20 વિશ્વકપ રમવા આવી હતી. 


આ પણ વાંચોઃ રસ્તાની વચ્ચે બેઝબોલના બેટ સાથે પૃથ્વી શોની છોકરી સાથે ઝપાઝપી, વીડિયો સામે આવ્યો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube