Asia Cup 2022: પાકિસ્તાન એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની સુપર ફોર મેચમાં બુધવારે અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોંચી ગયું. આ મેચમાં એક એવી બબાલ મચી કે જેના કારણે મેદાન પર બંને ટીમોના ખેલાડી પરસ્પર ભીડી ગયા અને ખુબ હંગામો મચી ગયો. રમતના મેદાનમાં આ રીતની ઘટના ખુબ શરમજનક કહેવાય. પાકિસ્તાની ક્રિકેટરની આ ઘટના પર ક્રિકેટ ચાહકો ફિટકાર વરસાવી રહ્યા છે. 


આસિફ અલીએ અફઘાની બોલર સાથે કરી આ હરકત
બન્યું એવું કે 19મી ઓવરના પાંચમા બોલ પર પાકિસ્તાની બેટર આસિફ અલી અફઘાની બોલર ફરીદ અહેમદના બોલ પર મોટો શોટ ફટકારવાના ચક્કરમાં કેચ આઉટ થઈ ગયો. અફઘાની બોલર ફરીદ અહેમદે ત્યારબાદ આસિફ અલી તરફ આક્રમક અંદાજમાં જશ્ન મનાવ્યો. ત્યારબાદ ફરીદ અહેમદના અંદાજથી ગુસ્સે ભરાઈને પાકિસ્તાની બેટર આસિફ અલીએ પહેલા તો બોલરને જોરથી ધક્કો માર્યો અને ત્યારબાદ તેને પોતાનું બેટ પણ દેખાડ્યું. આસિફ અલીએ બેટ ઉઠાવ્યું તો અફઘાનિસ્તાનના અન્ય ખેલાડીઓએ વચ્ચે પડીને તેને રોક્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube