દુબઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી એશિયા કપની ફાઈનલ મેચમાં શુક્રવારે ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ પાછળથી તેની ટીમ વધુ રન બનાવી શકી ન હતી. બાંગ્લાદેશની સમગ્ર ટીમ 48.3 ઓવરમાં 222 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 50 ઓવરમાં વિજય માટે જરૂરી 223 રન 50 ઓવરમાં બનાવીને એશિયા કપ જીતી લીધો હતો. ભારતીય ટીમ આ 7મી વખત એશિયા કપ જીતી છે.  ટીમ ઈન્ડિયા અત્યાર સુધી 10 વખત એશિયા કપની ફાઈનલમાં પહોંચી છે, જેમાંથી તેનો 7 વખત વિજય થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યંત રોમાંચક રહેલી એવી ફાઈનલમાં બાંગ્લાદેશની ટીમે ભારતને જોરદાર ટક્કર આપી હતી. ભારતીય ટીમને અંત સુધી વિજય માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. છેલ્લી ઓવરમાં તો ભારત માટે 6 બોલમાં 6 રનનો ટાર્ગેટ આવી ગયો હતો. જોકે, કેદાર જાધવ અને કુલદીપ યાદવે અત્યંત સમજદારીપૂર્વકની બેટિંગ કરીને ભારતને વિજય અપાવ્યો હતો. 


આ અગાઉ ઓપનિંગમાં આવેલો શિખર ધવન ટીમના 35ના સ્કોરે થઈ ગયો હતો. શિખરે 14 બોલમાં 15 રન બનાવ્યા હતા. ત્યાર બાદ રમવા આવેલો અંબાતી રાયડુ પણ વધુ રન બનાવી શક્યો નહીં અને માત્ર 2 રને આઉટ થઈ ગયો હતો. કેપ્ટન રોહિત શર્મા 55 બોલમાં 48 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.


ભારતની ચોથી વિકેટ દિનેશ કાર્તિકના સ્વરૂપમાં પડી હતી, જે 37 રને મોહમ્દુલ્લાહનો શિકાર બન્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની 67 બોલમાં 36 રન બનાવીને કેચ આઉટ થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજા સુંદર 23 રનની સુંદર ઈનિંગ્સ રમીને આઉટ થયો હતો. ભુવનેશ્વર કુમારે રવિન્દ્ર જાડેજા સાથે સુંદર ભાગીદારી કરીને ભારતીય ટીમ માટે વિજયનો સુંદર પાયો નાખ્યો હતો. કેદાર જાધવે અણનમ 23 અને કુલદીપ યાદવે અણનમ 5 રન બનાવ્યા હતા.     


બાંગ્લાદેશ તરફથી મુસ્તફિઝુર રહેમાન અને રોબેલ હુસેને 2-2 વિકેટ લીધી હતી. નઝમુલ ઈસ્લામ અને મશરફે મુર્તઝાને 1-1 વિકેટ મળી હતી. 


ટીમ ઈન્ડિયાના એશિયા કપમાં વિજય 
1984    2-0થી ટૂર્નામેન્ટમાં વિજયી
1988    વિ. શ્રીલંકા 6 વિકેટે વિજય 
1990-91    વિ. શ્રીલંકા 7 વિકેટે વિજય 
1995    વિ. શ્રીલંકા 8 વિકેટે વિજય 
2010    વિ. શ્રીલંકા 81 રને વિજય 
2016    વિ. બાંગ્લાદેશ 8 વિકેટે વિજય 
2018    વિ. બાંગ્લાદેશ 3 વિકેટે વિજય


પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશે મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટની ભાગીદારીમાં બાંગ્લાદેશે 120 રન બનાવી લીધા હતા. જોકે ત્યાર બાદ બાંગ્લાદેશના બેટ્સમેન એક પછી એક ભારતીય બોલરોનો શિકાર બનતા ગયા છે. બાંગ્લાદેશની સમગ્ર ટીમ 48.3 ઓવરમાં 222 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશના 3 ખેલાડી જ ડબલ ફિગરનો આંકડો પાર કરી શક્યા હતા, બાકીના સાત ખેલાડી સિંગલ ફિગરમાં જ આઉટ થઈ ગયા હતા. બાંગ્લાદેશ માટે ઓપનર લિટન દાસ ઉપરાંત મેંહદી હસને 32 અને સૌમ્ય સરકારે 33 રન બનાવ્યા હતા. 


ભારત તરફથી કુલદીપ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 3 વિકેટ ઝડપી હતી. કેદાર જાધવે 2 અને યુજવેન્દ્ર ચહલ તથા બુમરાહે 1-1 વિકેટ લીધી હતી. ધોનીએ બે સ્ટમ્પ આઉટ કર્યા હતા. 


મજબૂત શરૂઆત કર્યા બાદ બાંગ્લાદેશના કાંગરા ખરવા લાગ્યા હતા. ઓનપર લિટન દાસે સુંદર બેટિંગ કરતાં 117 બોલમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 121 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપ યાદવના બોલ પર મહેન્દ્ર સિંહ ધોનીએ તેને સ્ટમ્પ આઉટ કર્યો હતો. 


[[{"fid":"184142","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


બાંગ્લાદેશની પ્રથમ વિકેટ 120 રને પડી હતી. મેંહદી હસનને કેદાર જાધવે રાયડુના હાથ કેચ આઉટ કરાવ્યો હતો. મેંહદી હસને 59 બોવમાં 32 રન બનાવ્યા હતા. ચહલે ઈમરુલ કેયીસને એલબીડબલ્યુ આઉટ કરીને બાંગ્લાદેશની બીજી વિકેટ પાડી દીધી છે. ઇમરુલે 12 બોલમાં 2 રન બનાવ્યા હતા.


મુશફીકુર પણ વધુ રમી શક્યો નહીં અને કેદારના બોલે બુમરાહના હાથે કેચઆઉટ થઈ ગયો હતો. ચોથા ક્રમે રમવા આવેલો મોહમ્મદ મીથુન પણ સારું પ્રદર્શન કરે એ પહેલાં જ 2 રને રન આઉટ થયો હતો. મોહમ્મદુલ્લાહ પણ કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો અને તે 4 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.


સૌમ્ય સરકાર 22 રન સાથે બેટિંગમાં છે. ધોનીએ મશરફે મુર્તઝાને પણ સ્ટમ્પ આઉટ કર્યો હતો. 


[[{"fid":"184143","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


સુપર ફોરમાં ભારત 5 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર રહ્યું હતું. બાંગ્લાદેશના ચાર પોઈન્ટ રહ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુપરફોરમાં અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે રહેતાં ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ ગયા હતા.


એશિયા કપની ભારતની તમામ મેચ જીતી હતી. છેલ્લી અફઘાનિસ્તાન સામેની મેચ ડ્રો રહી હતી. 


ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, એમ.એસ. ધોની(વિકેટકીપર), કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ


બાંગ્લાદેશની ટીમઃ લિટન દાસ, સૌમ્ય સરકાર, મોહમ્મદ મિથુન, મુશફિકુર રહિમ (વિકેટકીપર), ઈમરુલ કેયીસ, મોહમ્મદુલ્લાહ, મશરફી મૂર્તુઝા (કેપ્ટન), મેહદી હસન, નઝમુલ ઈસ્લામ, રુબેલ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન,