દોહાઃ એશિયન ગેમ્સમાં હેપ્ટાથલોનમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતી સ્વપ્ના બર્મને 23મી એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપ (Asian Athletics Championship)માં મંગળવારે સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે આ ઈવેન્ટની સાત સ્પર્ધામાં કુલ 5993 પોઈન્ટ મેળવ્યા હતા. ઉઝ્બેકિસ્તાનની એક્ટેરિના વોર્નીયાએ 6198 પોઈન્ટની સાથે આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતે ચાર ગુણા 400 મીટર મિક્સ્ડ રિલે ઈવેન્ટ (4x400m Mixed Relay Team)માં પણ સિલ્વર મેડલ મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 વર્ષીય સ્વપ્ના બર્મને પોતાના આ પ્રદર્શન પર કહ્યું, હું વધુ ખુશ નથી. હું આજે સવારે ભાલા ફેંકના પરિણામથી ખુશ નથી. તૈયારી સારી ન કરી. તેણે હસ્તા હસ્તા કહ્યું, તમને ખ્યાલ છે કે મને ઈજાની રાણી કરવામાં આવી હતી. મારી પગની ઘૂંટીમાં ઈજા હતી. પરંતુ હું ખરેખર સારૂ પ્રદર્શન કરવા ઈચ્છતી હતી. ચીનની ક્વિંગલીંગ વાંગે 5289 પોઈન્ટની સાથે બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો હતો. ભારતની પૂર્નિમા હેમ્બરામ પાંચમાં સ્થાન પર રહી હતી. 


4 ગુણા 400માં પણ ભારતને મળ્યો સિલ્વર
ભારતને 4*400 મીટર મીક્સ્ડ રિલે ઈવેન્ટમાં સિલ્વર મેડલ મળ્યો હતો. મોહમ્મદ અનસ, યાહિયા, પૂવમ્મા એમઆર, વીકે વિસ્મય અને રાજીવ અરોકિયાની ટીમે ત્રણ મિનિટ 16.47 સેકન્ડનો સમય લીધો અને બીજું સ્થાન હાસિલ કર્યું હતું. ગત વર્ષે એશિયન ગેમ્સમાં પણ ભારતીય ટીમ ત્રણ મિનિટ 15.71 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ મંગળવારે મળેલો ભારતનો બીજો મેડલ હતો. દિવસનો પ્રથમ મેડલ બર્મને જીત્યો હતો. 


ચેન્નઈની સફળતાનું રાઝ જણાવી દઈશ તો મને હરાજીમાં કોઈ ખરીદશે નહીં: ધોની