ચેન્નઈની સફળતાનું રાઝ જણાવી દઈશ તો મને હરાજીમાં કોઈ ખરીદશે નહીં: ધોની
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, ચેન્નઈની સફળતાનો મંત્ર જણાવી દઈશ તો મને હરાજીમાં ખરીદશે નહીં. આ રાઝની વાત છે.
Trending Photos
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, જો તે ટીમની સફળતાનું રાઝ ખોલી દેશે તો આઈપીએલની હરાજીમાં તેને કોણ ખરીદશે. સનરાઇઝર્સ હૈદરાબાદ પર છ વિકેટથી વિજય પ્રાપ્ત કર્યા બાદ ધોનીએ કહ્યું, ચેન્નઈની સફળતાનો મંત્ર હું જણાવી દઈશ તો મને હરાજીમાં ખરીદશે નહીં. આ રાઝની વાત છે.
ધોનીની આગેવાનીમાં ચેન્નઈની ટીમ 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બની અને 2016, 2017ને છોડીને દરેક સિઝનમાં પ્લેઓફમાં પહોંચી છે. આ બે વર્ષ ટીમ પર પ્રતિબંધ હતો.
ધોનીએ કહ્યું, 'દર્શકો અને ફ્રેન્ચાઈઝીનું સમર્થન મહત્વનું છે.' સહયોગી સ્ટાફને ઘણો શ્રેય જાય છે જે ટીમ અને ખેલાડીઓ માટે સારો માહોલ બનાવે છે. તેમણે કહ્યું, આ સિવાય હું નિવૃતી લેવા સુધી વધુ કંઈ ન જણાવી શકું.
Will @msdhoni tell @bhogleharsha the secret to @ChennaiIPL's consistency, season after season 👀#CSKvSRH pic.twitter.com/FMasdNUqzP
— IndianPremierLeague (@IPL) April 23, 2019
લાંબા સમયથી કમરની સમસ્યાનો સામનો કરી રહેલા ધોનીએ કહ્યું કે, વિશ્વકપને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી પડશે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટને કહ્યું કે, કમરમાં ચુસ્તતા છે પરંતુ હવે સારો અનુભવ થઈ રહ્યો છે.
તેણે કહ્યું, 'કમરની સ્થિતિ પહેલા કરતા સારી છે પરંતુ વિશ્વકપને જોતા કોઈ જોખમ ન લઈ શકું.' તે ખુબ મહત્વપૂર્ણ છે. ધોનીએ કહ્યું કે, સર્વોચ્ચ સ્તર પર કોઈને કોઈ ખેલાડી ફિટનેસની સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે.
તેણે કહ્યું, આ સ્તર પર આવી સમસ્યાઓ આવતી રહે છે. તમે સંપૂર્ણ પણે ફિટ થવાની રાહ જોશો તો બે મેચો વચ્ચે પાંચ વર્ષનું અંતર આવી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે