મસ્કટ (ઓમાન): દક્ષિણ કોરિયાની સામે રમાઇ ચુકેલા અંતિમ રાઉન્ડ રોબિન મેચમાં હેટ્રિક લગાવી ભારતે સેમીફાઇનમાં પહોંચનારા ખેલાડી હરમનપ્રીત સિંહનું કહેવું છે કે ભારતીય ટીમ હીરો એશિયાન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબને બરકરાર રાખવા માંગે છે. હરમનપ્રીતનું કહેવું છે કે ભારતીય ટીમ મેચની શરૂઆતમાં જ ગોલ સ્કોર કરવા માંગે છે અને મસ્કટમાં ભારતીય દર્શકોથી સારૂ સમર્થન મળી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: Video: 10,000 રન બનાવનાર વિરાટે કહ્યું, દેશ માટે રમવું કોઇની પર ઉપકાર નથી


ઉલ્લેખનીય છે કે બુધવાર માડી રાત્રે રમાઇ ચુકેલી મેચમાં ભારતને હરમનપ્રીતની હેટ્રિકથી દક્ષિણ કોરિયાને 4-1થી માત આપી છે. આ જીત ટીમ ઇન્ડિયાએ સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેચ બાદ હરમનપ્રીતે કહ્યું, ભારતીય ટીમ દરેક મેચની શરૂઆતમાં જ ગોલ સ્કોર કરવા માંગે છે. ટીમે પોતાની સંરચનાને બનાવી રાખી છે અને તેઓ પોતાના ખિતાબને બરકરા રાખવા માંગે છે. હરમનપ્રીતે કહ્યું કે ત્યાં ભારતીય દર્શકો પાસેથી સારૂ સમર્થન મળી રહ્યું છે. અમારા માટે દર્શકોનું સમર્થન હમેશા પ્રેરણાદાયી રહ્યું છે.


વાંચવા માટે ક્લિક કરો: T20 World Cup: અમારી ટીમના સમર્થકો વધ્યા, આશા અને દબાણ પણ વધ્યું- હરમનપ્રીત


શ્રેષ્ઠ ડ્રેગ ફ્લિકર બની રહ્યો છે હરમનપ્રીત
કોચ હરેન્દ્ર સિંહનું કહેવું છે કે હરમનપ્રીત એક શ્રેષ્ઠ ડ્રેગ ફ્લિકરના રૂપમાં બહાર આવી રહ્યો છે. દક્ષિણ કોરિયાની સામે આ મેચમાં પેનલ્ટી કોર્નર પર તે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી રહ્યો છે.


વાંચવા માટે ક્લિક કરો: INDvsWI: કેદાર જાધવ ફિટ હોવા છતાં ન થયો ટીમમાં સિલેક્ટ, વ્યક્ત કર્યો આશ્ચર્ય


દક્ષિણ કોરિયાની સામે લગાવી હતી હરમનપ્રીતે હેટ્રિક
ભારતીય ટીમે બુધવારે જ દક્ષિણ કોરિયાની સામે જીત હાંસલ કરી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હરમનપ્રીત સિંહની હેટ્રિકના દમ પર ભારતીય ટીમને દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું હતું. આ હારના કારણે દક્ષિણ કોરિયાની ટીમ સેમીફાઇનલમાંથી બહાર થઇ ગયું છે.


વાંચવા માટે ક્લિક કરો: ભારતના આ સ્ટેડિયમનો ટોપ સ્કોરર છે વિરાટ, હેટ્રિક સદી ફટકારવાનો છે ચાન્સ


હરમનપ્રીતે પાંચમી મીનિટમાં જ ગોલ મારી ભારતીય ટીમનું ખાતું ખોલ્યું હતું. ત્યાર બાદ 10મી મીનિટમાં ગોલ કરી ટીમનો સ્કોર 2-0 કરી દીધો હતો. આ વચ્ચે લી સેયુંગ-2એ પોતાની ટીમ માટે 20મી મીનિટમાં ગોલ કર્યો અને ટીમનું ખાતું ખોલ્યું હતું. ત્યારબાદ બીજા હાફમાં ભારતીય ટીમે ગેમ પર પોતાનું દબાણ બનાવી રહ્યું હતું. 47મી મીનિટ અને 59મી મીનિટમાં હરમનપ્રીતે બે ગોલ કરવાની સાથે જ હેટ્રિક પૂરી કરી અને ભારતને આ મેચમાં 4-1થી જીત હાંસલ કરાવી હતી. ભારતીય ટીમ હેવ 27 ઓક્ટોબરે સેમીફાઇનલમાં મેચ રમશે.
(ઇનપુટ આઇએએનએસ)


સ્પોર્ટના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...