અગાઉની અસફળતામાંથી શીખ લઇને નવી રણનીતિ સાથે ઉતરશે શિવા થાપા
શિવા 2013માં જોર્ડનમાં આયોજિત એશિયન કોન્ફેડરેશન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના સૌથી નાની ઉંમરના બોક્સર હતા.
નવી દિલ્હી: એશિયાઇ રમતોને લઇને ઉત્સાહિત ભારતના પ્રતિભાશાળી બોક્સર શિવ થાપાનું માનવું છે કે આ રમતમાં આક્રમણ જ સૌથી મોટું હથિયાર હોય છે તે એશિયાઇ રમતોમાં પૂરી આક્રમકતા સાથે રિંગમાં ઉતરવા જઇ રહ્યા છે. વર્ષ 2015માં વર્લ્ડ એમેચ્યોર ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીતી ચૂકેલા શિવા ઇંડોનેશિયામાં 18 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બરના રોજ યોજાનારા 18મા એશિયાઇ રમતોના 60 કિલોગ્રામ ભાર વર્ગમાં કિસ્મત અજમાવશે. લંડન અને રિયો ઓલંમ્પિકમાં ભાગ લઇ ચૂકેલા શિવાએ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં યોજાયેલ રાષ્ટ્રમંડળ રમતોમાં ભાગ લીધો ન હતો, પરંતુ તેમણે તાજેતરમાં જ મંગોલિયામાં ઉલાનબાતર કપમાં કાંસ્ય પદક પોતાના નામે કર્યો હતો.
શિવાએ એશિયાઇ રમતો માટે જર્કાતા રવાના થતાં પહેલાં એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે ''હાલના સમયમાં બોક્સિંગમાં જે સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, તેને ધ્યાનમાં રાખતાં આજના સમયમાં આક્રમણ સૌથી મોટું હથિયાર છે. હું પોતાને આક્રમણ શૈલી ઢાળ્યો છે. મને લાગે છે કે આજના સમયમાં આ શૈલી ખૂબ ફાયદાકારક છે.''
શિવા 2013માં જોર્ડનમાં આયોજિત એશિયન કોન્ફેડરેશન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના સૌથી નાની ઉંમરના બોક્સર હતા. તેમણે કહ્યું કે 'મેં ટ્રેનિંગ દરમિયાન પોતાને આક્રમક શૈલીમાં ઢાળવાનો પુરતો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે ઇંડોનેશિયામાં આ ટેક્નિક મને મેડલ અપાવવામાં મદદગાર સાબિત થશે.'
પોતાની તૈયારીને લઇને થાપાએ કહ્યું હતું કે ''એશિયાઇ રમતો માટે મારી તૈયારી ઘણી સારી છે. ટીમ તાજેતરમાં જ ઇંગ્લેંડથી પરત ફરી છે. ઇંગ્લેંડમાં અમે 15 દિવસ દરમિયાન સારી તૈયારી કરી છે. અમે તેના માટે માનસિક અને શારિરીક રીતે સંપૂર્ણપણે તૈયાર છીએ.''
શિવાએ સાથે જ કહ્યું કે એશિયાઇ રમતો ઓલમ્પિકની તૈયારીઓ માટે પોતાને પરખવાની તક છે. તેમણે કહ્યું કે તેમાં અમારા પ્રદર્શનથી એ ખબર પડી જશે કે ઓલમ્પિકને લઇને અમારી તૈયારી કેવી છે? જો અમે આમાં સારું કરીશું તો ઓલમ્પિક માટે અમારું મનોબળ ઉંચું રહેશે.;; શિવા ભારતના પહેલા બોક્સર છે જેમને વર્લ્ડ સીરીઝ ઓફ બોક્સિંગમાં કોન્ટ્રાક્ટ મળ્યો અને બેંટમવેટ કેટેગરીમાં તેમનો ત્રીજો રેંક છે.
તેમને પૂછવામાં આવ્યું કે ટીમમાં વિકાસ કૃષ્ણ અને મનોજ કુમાર જેવા અનુભવી બોક્સ છે અને તેમની પાસેથી શું સીખવા મળે છે, તો શિવાએ કહ્યું કે ''ટીમમાં ભાઇચારાનો માહોલ છે. ખેલાડી સકારાત્મક રહે છે. વિકાસ અને મનોજ બંને જ યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે. તે અમને પોતાના પ્રદર્શનથી પ્રેરિત કરે છે અને હંમેશા કંઇક ને કંઇક વાતો શિખવાડે છે.